Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

રૂ. ૬ લાખના ચેક રિટર્નના કેસમાં ખોડીયાર કન્સ્ટ્રકશનના સંચાલકને એક વર્ષની સજા વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૨૫ : રાજકોટમા ખોડીયાર કંટ્રકશનના નામે ધંધો કરતા વિશાલ અશોકભાઈ ચૌહાણે તેના જ મીત્ર ફરીયાદી મનસુખ વશરામભાઈ કતબા પાસેથી લીધેલ રકમ રૂ.૬,૦૦,૦૦૦ પરત કરવા ઈશ્યુ કરી આપેલ ચેક રીર્ટન થતા દાખલ થયેલ કેસ ચાલી જતા રાજકોટના એડી.ચીફ.જયુડી મેજી.એ આરોપી વિશાલ ચૌહાણને એક વર્ષની સજા તથા રકમ રૂ.૬,૦૦,૦૦૦ ફરીયાદીને વળતર પેટે એક માસમાં ચુકવી આપવા અને તે વળતર ન ચુકવ્યે વધુ છ માસની સજા ફરમાવતો સીમાચીન્હરૂપ ચુકાદો આપવામા આવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો, રાજકોટમા પુનીતનગર પાછળ ૮૦ ફુટ રોડ ઉપર દિવાલી પાર્કમા અવશર એપાર્ટમેન્ટમા રહેતા ફરીયાદી મનસુખ વશરામભાઈ કતબાએ તેના જ ધંધાર્થી મીત્ર કે જે હરીધવા રોડના છેડે પુરુષાર્થ મહાદેવ મંદીરની બાજુમા ખોડીયાર કંન્ટ્રકશનના નામે ઓફીસ ધરાવતા અને હુડકો ચોકડી પાસે ધરમનગર – ૧ મા ગુરુકૃપા મકાનમા રહેતા વિશાલ અશોકભાઈ ચૌહાણ વીરૂઘ્ધ રાજકોટની અદાલતમા એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે ફરીયાદી તથા આરોપી બંને રાજકોટમા મકાન બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલ હોવાથી મીત્રો હોય તહોમતદારની બાંધકામમા મુડી ફસાઈ જતા આવેલ મુશ્કેલી દુર કરવા ફરીયાદી પાસેથી રૂ.૬,૦૦,૦૦૦ લઈ તે રકમ પરત અદા કરવા ચેક ઈશ્યુ કરી આપી ચેક પાસ થઈ જશે તેવા આપેલ વચનમા ખરા ન ઉતરતા ચેક રીર્ટન સબંધે ફરીયાદીએ અદાલતમા કેસ દાખલ કરવામા આવેલ.

કોર્ટે રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ઘ્યાને લેતા ફરીયાદપક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, ફરીયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચુકવણી પેટે આપેલ હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલ છે તેમજ ચેક રીટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરીયાદીને ચુકવેલ હોવાનું પુરવાર થતુ નથી ફરીયાદીએ એન.આઈ. એકટના તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે, તેમજ ચેક આપેલ નહી હોવાનું કે ચેકમાં પોતાની સહી નહી હોવાનો આરોપીનો બચાવ નથી, ફરીયાદપક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલ નથી, તે રીતે ફરીયાદપક્ષે પોતાનો કેસ કાયદાની જોગવાઈ મુજબ પુરવાર કરેલનું માની ખોડીયાર કંન્ટ્રકશન વાળા વિશાલ ચૌહાણને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમનંુ વળતર ફરીયાદીને એક માસમાં ચુકવી આપવા હુકમ કરી સમય મર્યાદામાં વળતર ન ચુકવ્યે વધુ છ માસની સજા ફરમાવતો સમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી મનસુખ કતબા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(4:04 pm IST)