Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કાલે ઉમિયા સેવા પ્રગતિ મંડળ ટ્રસ્ટ દ્વારા યુનાઇટેડ કેર હોસ્પિટલ ખાતે મહારકતદાન કેમ્પ

પ્રો. ગીરીશભાઇ ચારોલા, રજનીભાઇ પટેલ, હરકિશનભાઇ પટેલ અને ડો. જીજ્ઞેશ મેવા દ્વારા ભવ્ય આયોજન

રાજકોટ તા. ૨૫ : શહેરના રૈયા રોડ ઉપર આવેલ યુનાઇટેડ કેર હોસ્પિટલ (કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત) સૌરાષ્ટ્ર-કચ્છના લોકો માટે સ્વાસ્થ્ય સેવામાં સમર્પિત છે. જ્યાં દરેક પ્રકારની ઇમરજન્સી - આધુનિક સારવાર તદ્દન નજીવા દરે કરવામાં આવે છે. માનવ સેવાના ઉદ્દેશથી નિષ્ણાંત સ્પેશ્યાલિસ્ટ - સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની સેવાઓનો દર્દીઓને લાભ મળે છે.

રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે ક્રાંતિવીરો અને શહિદોના બલીદાનને યાદ કરવા માનવસેવાના હેતુથી એક મહારકતદાન પર્વનું આયોજન કરેલ છે.

ઉમિયા સેવા પ્રગતિ મંડળના પ્રમુખ ગીરીશભાઇ ચારોલા, મેઘજીભાઇ પુંજાભાઇ મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટી, રજનીભાઇ પટેલ અને યુનાઇટેડ કેર હોસ્પિટલના મેડિકલ ડાયરેકટર ડો. જીજ્ઞેશ મેવાના જણાવ્યા પ્રમાણે આ મહારકતદાન કેમ્પ ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ સવારે ૮ કલાકથી બપોરે ૧ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનું આયોજન યુનાઇટેડ કેર હોસ્પિટલ, રૈયા રોડ, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમની બાજુમાં રાખેલ છે. સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક અને રેડક્રોસ બ્લડ બેંક બ્લડ ડોનેશન સ્વીકારશે. આશરે ૫૦૦થી વધુ રકતદાનના સંકલ્પ સાથે આ મહારકતદાન પર્વની ઉજવણીનું આયોજન કરેલ છે.

(4:02 pm IST)