Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

શિલ્‍પન ઓનીક્ષમાં કાલે તેજસ્‍વી વિદ્યાર્થી વત્‍સલ દલસાણીયાના હસ્‍તે ધ્‍વજવંદન

રાજકોટ તા. ૨૫ : તાજેતરમાં સ્‍વચ્‍છતા અભિયાનમાં પ્રથમક્રમે આવેલ ગંગોત્રી પાર્ક મેઇન રોડ ઉપર આવેલ શિલ્‍પન ઓનીક્ષ દ્વારા આવતીકાલે ૨૬મી જાન્‍યુઆરીએ ‘નીટ'ની પરીક્ષામાં રાજકોટ - ગુજરાતમાં ‘ડંકો' વગાડનાર તેજસ્‍વી વિદ્યાર્થી વત્‍સલ રાજેશભાઇ દલસાણીયાના હસ્‍તે ધ્‍વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે.
રાજકોટના જાણીતા વેટેરીનરી સર્જન ડો. રાજેશભાઇ દલસાણીયાનો પુત્ર વત્‍સલ દલસાણીયાએ મેડીકલ પ્રવેશ માટેની ‘નીટ'ની પરીક્ષામાં ૭૨૦માંથી ૬૮૫ ગુણ મેળવીને ઓલ ઇન્‍ડિયા રેન્‍ક ઓપન કેટેગરીમાં ૪૩૨ અને ગુજરાતમાં ૩૪મો ક્રમ મેળવ્‍યો છે. પ્રિમીયર સ્‍કુલના વિદ્યાર્થી વત્‍સલ દલસાણીયા નાનપણથી જ અભ્‍યાસમાં તેજસ્‍વી છે. ખુલ્લી આંખે ‘તબીબ' બનવાનું જોયુલુ સ્‍વપ્‍ન સખત-સતત પરીશ્રમ કરી ચરિતાર્થ કર્યું છે.
શિલ્‍પન ઓનીક્ષ ફલેટ હોલ્‍ડર્સ એસોસીએશને દર વર્ષ પ્રતિભા સંપન્‍ન વ્‍યકિતઓના હસ્‍તે ધ્‍વજવંદન કાર્યક્રમ યોજે છે ત્‍યારે આ વિદ્યાર્થીઓ - બાળકોને પ્રેરણા મળે તે માટે વત્‍સલ દલસાણીયાના હસ્‍તે ધ્‍વજવંદન કાર્યક્રમ યોજાયો છે તેમ પ્રમુખ મનોજભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે.


 

(2:27 pm IST)