Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કાલે મંત્રી જીતુભાઇ વાઘાણી રાજકોટમાં રાષ્ટ્રધ્વજ લહેરાવશેઃ કોરોના વોરીયર્સને ડોઝ અપાશે

માત્ર રપ મીનીટનો કાર્યક્રમઃ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમ રદઃ પોલીસ પરેડ મેદાન ખાતે આયોજન

રાજકોટ તા. રપ :.. આવતીકાલે ભારતના પ્રજાસત્તાક દિન ર૬ મી જાન્યુઆરીની રાજકોટમાં શાનદાર પણ સાદાઇથી ઉજવણી થશે, રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી સવારે ૯ વાગ્યે પોલીસ હેક કવાર્ટસ ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવશે, અને બાદમાં યોજાનાર પરેડની સલામી ઝીલશે, આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉપરાંત કલેકટર, પોલીસ કમિશનર, ડીડીઓ, એડી. કલેકટર, અન્ય તમામ અધિકારીઓ - આગેવાન નાગરીકો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ સંપૂર્ણ સાદાઇથી થશે, તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો કોરોનાને કારણે રદ કરાયા છે, મંત્રીશ્રીના ઉદબોધન બાદ કોરોના વોરીયર્સને પ્રીકોલન ડોઝનો કાર્યક્રમ થશે.

જયારે સુપ્રિ. ઇજનેર તરીકે ફરજ બજાવતા સર્વશ્રી આર. જે. વાલા, એસ. એસ. મોદી, ડી. વી. લાખાણી, સી. કે. પટેલ, એન. આઇ. ઉપાધ્યાયને એડી. ચીફ ઇજનેરના પ્રમોશન આપી વિવિધ જગ્યા ઉપર નિમણુંક અપાઇ છે.

આ ઉપરાંત રીકવેસ્ટ પરથી ૪ સુપ્રિ. ઇજનેરો ડી. બી. કોડીયાતર, એન. સી. ઘેલાણી, એ. એમ. પાઘડાર, આર. સી. પટેલની માંગેલ સ્થાન ઉપર બદલી કરાઇ છે, તેમજ ૬ એકઝી. ઇજનેરોને સુપ્રિ. ઇજનેરના પ્રમોશન અપાયા છે, તો ૧૦ એકઝી. ઇજનેરની વિવિધ સર્કલમાં બદલી કરી નખાઇ છે, આમાં બે સામે ફરીયાદોની  ચર્ચા છે.

આ ઉપરાંત ડે. ઇજનેર વી. કે. બગડાને પ્રમોશન સાથે કોર્પોરેટ  ઓફીસમાં તો અન્ય ૮ ડે. ઇજનેરને પ્રમોશન સાથે વિવિધ ડીવીઝનમાં નિમણુંક અપાઇ છે.

(1:03 pm IST)