Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

RBIએ રાજકોટની બેંક સામે દંડાત્મક કાર્યવાહી કરી : કેન્દ્રીય બેંકના નિર્દેશોનું પાલન ન થતાં લગાવાઇ ફટકાર

મુંબઇ તા. ૨૫ : આરબીઆઈએ સહકારી બેંકો સામે મોટી કાર્યવાહી કરી છે. RBI દ્વારા નિયમનકારી પાલનના અભાવે આઠ સહકારી બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ માહિતી આપતાં સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે એસોસિયેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા ડિરેકટરો, સંબંધીઓ અને પેઢીઓ અને સંસ્થાઓને 'લોન અને એડવાન્સ' આપવામાં આવી છે.

આરબીઆઈએ રાજકોટ પીપલ્સ કો-ઓપરેટિવ બેંકની સામે કાર્યવાહી કરી છે.રાજકોટ પર 'નિર્દેશકો, સંબંધીઓ અને પેઢીઓ તથા સંસ્થાઓ કે જેમાં તેઓ રસ ધરાવતા હોય 'લોન તેમને અને એડવાન્સ' આપવામાં આવ્યા છે. બેન્ક સામે રૂ. ૧ લાખના દંડ ફટકારવામાં આવ્યો છે.

જો કે આરબીઆઈએ જણાવ્યું હતું કે દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને બેંકો દ્વારા તેમના સંબંધિત ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર પ્રશ્નાર્થ નથી.

(10:19 am IST)