Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

માય ફ્રિડમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલથી ભારતની સર્વ પ્રથમ 'અનાયન પેડ બેંક'નો પ્રારંભ

બ્લડ બેંકની જેમ હવે પેડ બેંકઃ અનાયન ચીપ ધરાવતા પેડ આખા વર્ષ માટે ડોનેટ કરાશે : અનાયન ચીપથી આરોગ્યના ફાયદાઃ ૫ વર્ષમાં ૧૧ કરોડ મહિલાઓને આવરી લેવાશે

રાજકોટ, તા.૨૫: કહેવાય છે કે એક સારો વિચાર ક્રાંતિ લાવી શકે છે. વડોદરા સ્થિત ડો.પ્રીતિ ગુપ્તાએ અચાનક જ એક વિચાર આવ્યો કે જો બ્લડ બેંકની જેમ સેનેટરી પેડ બેંકની રચના કરવામાં આવે તો સમાજના તમામ લોકો આપણા દેશની દરેક જરૂરીયાતમંદ મહિલાઓને એક સ્વચ્છ અને સુરક્ષિત જીવન જીવવામાં મદદરૂપ થઇ એક મહિલા સ્વાસ્થ્ય ક્રાંતિ લાવી શકે. પોતાના આ વિચારને અમલમાં મુકતા તેમની સંસ્થા માય ફ્રિડમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૬ જાન્યુઆરીના રોજથી ભારતની સૌ પ્રથમ 'અનાયન પેડ બેંક'ની શરૂઆત થયેલ છ.

ડો.પ્રીતિ ગુપ્તા છેલ્લા ૨ વર્ષથી 'માય ફ્રિડમ મહિલા સ્વાસ્થ્ય, સ્વરોજગાર અને સ્વાવલંબન અભિયાન' ચલાવી રહ્યા છે જેના દ્વારા તેઓ મેડિકેટેડ ટાઇપ 'અનાયન ચીપ' ધરાવતા અને વિવિધ પ્રકારના હેલ્થ બેનીફીટસ આપતા સેનેટરી પેડસ ૫૦ હજારથી વધુ પરિવારોમાં પહોંચાડી ચુકયા છે અને જેના દ્વારા ૧૨ હજારથી વધુ મહિલાઓ સ્વરોજગાર મેળવી ચુકેલ છે અને એ બદલ તેઓ 'મહિલા સ્વરોજગાર પ્રણેતા' એવોર્ડથી સન્માનિત થયેલ છે.

'માય ફ્રિડમ પેડ બેંક'નો ઉદેશ્ય ભારતની ૧૧ કરોડ જરૂરીયાતમંદ દિકરીઓને અને મહિલાઓને 'પીરીયડસ'ના સમય દરમ્યાન જરૂરી જ્ઞાન સાથે વિવિધ હેલ્થ બીનીફીટસ આપી અને વ્યંધત્વ, થાઇરોઇડ અને ગર્ભાશયના કેન્સર જેવા ગંભીર સ્ત્રી-રોગોથી બચાવી શકતી 'અનાયન ચીપ' ધરાવતા 'અનાયન સેનેટરી પેડસ' આખું વર્ષ વિના મુલ્યે પુરા પાડવાનો છે.

માય ફ્રિડમ ચેરીટેબલ ટ્રસ્ટ, ભારતના દયાળુ, દાનવીર અને 'માનવ સેવા એ જ પ્રુભુ સેવા'માં માનનાર દાતાઓ તથા નાગરિકોને યથાશકિત દિકરીઓને દત્તક લેવા માટે આહવાન કરે છે જેના દ્વારા એક સ્વચ્છ અને નીરોગી ભારતીય નારી સમાજનું નિર્માણ કરી શકાય. કન્યાદાન માત્ર નસીબદાર લોકોના નસીબમાં હોય છે પણ પેડદાન એ એવા તમામ લોકો માટે અમુલ્ય દાન છે જે જેઓ કન્યાદાન જેવી જ અભુભૂતિ મેળવવા ઇચ્છે છે.

'અનાયન ચીપ' થી થતા વિવિધ ફાયદાઓમાં 'પીરીયડસ' દરમ્યાન થતા દુઃખાવામાં નોંધપાત્ર ઘટાડો, આખો દિવસ સ્ફૂર્તિ અને તાજથીનો અનુભવ, દુર્ગધ કંટ્રોલ, બેકટેરીયા સામે રક્ષણ અને લાંબાગાળે હોર્મોન્સ બેલેન્સીંગ થતા રોગ પ્રતિકારક શકિતમાં વધારો વગેરે છે જે માય ફ્રિડમ સાથે જોડાયેલ અનેક મહિલાઓ અનુભવી રહેલ છે.આ અભિયાન અમોને બીગ એડવર્ટાઇઝીંગવાળા શ્રી અરૂણભાઇ નિર્મલનો બહુમુલ્ય સહકાર મળેલ છે જે બદલ એના આભારી છીેઅ. ટ્રસ્ટ અને તેની વિવિધ પ્રવૃતિઓની માહિતી www.mfpadbank.org પરથી મેળવી શકાય છે.

(4:15 pm IST)