Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

રોણકી ગામના જમીન કૌભાંડની ફરિયાદમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ,તા.૨૫ : અત્રેના રોણકી ગામે કિંમતી ખેતીના જમીનના બોગસ કુલ મુખત્‍યારનામા તથા દસ્‍તાવેજના કામે પકડાયેલ આરોપીને સેસન્‍સ કોર્ટ દ્વારા જામીન મુક્‍ત કરવાનો હુકમ કરેલ છે.

આ બનાવની ફરિયાદ રમેશભાઈ બાબુભાઈ પરસાણાની ખેતીની જમીન રોણકી ગામે, રેવન્‍યુ સર્વે નં.૪૭ પૈકી ૧ થી જે કરોડોની જમીનનો બોગસ કુલમુખત્‍યારનામું સનેઃ૨૦૧૦માં કરી તેના આધારે દસ્‍તાવેજ સનેઃર૦૧૯ માં રજીસ્‍ટર્ડ થયેલ જેમાં મુખત્‍યારનામાના સાક્ષી તથા ગુનામાં સંડોવાયેલ અન્‍ય આરોપીઓની તપાસના કામે ધરપકડ કરવામાં આવેલ જેમાં આરોપી તરીકે પ્રદ્યુમનસિંહ નવલસિંહ જાડેજા કે જેઓને તપાસના કામે બોગસ કુલમુખત્‍યારનામાના સાક્ષી તરીકે સહીઓ કરેલી હતી. જેમાં પોલીસ ફરિયાદ થતાં રાજકોટના ડી.સી.બી. પોલીસ સ્‍ટેશન ખાતે આરોપીઓ વિરૂધ્‍ધ આઈ.પી.સી. કલમઃ ૩૬૫, ૩૬૭, ૩૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૫, ૧૨૦(બી) ના મુજબની ફરિયાદ થયેલ. જેમાં આરોપીઓને અટક કરી જેલહવાલે કરવામાં આવેલ.

આ કામે જેમાં અરજદાર-આરોપી-પ્રદ્યુમનસિંહ નવલસિંહ જાડેજા, સેશન્‍સ જજ ડી.એ. વોરા  કોર્ટમાં જામીન અરજી કરતા જેમાં બન્ને પક્ષોની દલીલ સાંભળી અરજદાર તરફે દલીલ તથા નામદાર સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના રજુ થયેલ ચુકાદાઓ ગ્રાહય રાખી અરજદાર આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.

 ઉપરોકત આરોપી વતી રાજકોટના ધારાશાષાી સંજય એમ. ડાંગર, વિજયભાઈ ધમ્‍મર, જામનગરના એડવોકેટ  રમેશભાઈ પારધી, સાગરભાઈ એન. મેતા રોકાયેલા હતા.

(3:44 pm IST)