Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

દૂધની ડેરી પાસે છાસ વેચવાની તકરારમાં

આરીફ ચાવડાની હત્યાના ગુનામાં ચાર્જશીટ બાદ પણ વકીલની જામીન અરજી નામંજુર કરતી સેશન્સ કોર્ટ

રાજકોટ તા. ર૪ :.. આ કેસની ટૂંકમાં હકકીત એવી છે કે તા. ર-૮-ર૦ નાં રોજ ફરીયાદી મુસ્તાકભાઇ હાજીગુલામ ચાવડા રહે. દૂધની ડેરી પાસે દૂધસાગર રોડ, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીવાળાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ (૧) વસીમ ઉર્ફે ચકો અબ્દુલભાઇ ખૈબર (ર) રમીઝ ઉર્ફે બાબો ઇકબાલભાઇ ખૈબર (૩) અબ્દુલભાઇ ઓસમાણભાઇ ખૈબર (૪) ઇકબાલ ઓસમાણભાઇ ખૈબર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોકત ચારેય આરોપીઓને થોરાળા પોલીસે અટક કરેલ હતા જેમાં વસીમ ઉર્ફે ચકો અબ્દુલભાઇ ખૈબરને પણ હાથમાં ઇજા હોવાથી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ હતો જયાં આરોપીઓનાં કોરોના ટેસ્ટ કરાવતા આરોપી વસીમ ઉર્ફે ચકો અબ્દુલભાઇ ખૈબરનો રીપોર્ટ પોઝીટવ આવતા કોરોના હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ હતા અને અન્ય આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ હતાં.

આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે આ કમના ફરીયાદી મુસ્તાકભાઇ હાજીગુલામ ચાવડા તથા મરણજનાર આરીફ હાજીગુલામહુસેન ચાવડાને આરોપી વસીમ ઉર્ફે ચકો અગાઉ તેના ઘર આગળ ડેરીમાં છાસ તથા બગડેલ પનીરનું ઉત્પાદન કરી વેચતા હોઇ જેથી ફરીયાદી તથા મરણજનાર તથા સોસાયટીના સભ્યોએ વાંધો ઉપાડેલ હોઇ તેનું મનદુઃખ ચાલતુ હોઇ અને આરોપી વસીમ ઉર્ફે ચકો, રમીઝ ઉર્ફે બાબો, અબ્દુલભાઇ, ઇકબાલભાઇનાઓ શેરીમાં જોર જોરથી ભૂંડા બોલી ગાળો બોલતા હોય જેથી ફરીયાદી તથા મરણજનાર ગાળો નહી બોલવા માટે સમજાવવા માટે ગયેલ અને સમજાવીને ગયા બાદ પણ આરોપી વસીમ ઉર્ફે ચકો, રમીઝ ઉર્ફે બાબો, અબ્દુલભાઇ, ઇકબાલભાઇએ જાહેરમાં ગાળો બોલવાનું ચાલુ રાખતા ફરીયાદી તથા મરણજનાર પાછા આરોપીઓને સમજાવવા માટે જતા આરોપીઓએ ફરીયાદી તથા મરણજનારને ભુંડા બોલી ગાળો આપી ધમકી આપેલ તે હવે તમને પુરા કરી નાખવા છે તેમ કહી આરોપી અબ્દુલભાઇ તથા ઇકબાલભાઇએ મરણજનાર આરીફભાઇને પકડી રાખેલ તે વખતે આરોપી વસીમ ઉર્ફે ચકાએ પોતના પાસે રહેલ છરીનો એક ઘા મરણજનારને ડાબા પડખાના ભાગે મારી દીધેલ અને આરોપી અબ્દુલભાઇ તથા ઇકબાલભાઇએ આરોપી રમીઝ ઉર્ફે બાબાને  કહેલ કે આને પુરો કરી નાખવાનો છે તેમ કહેતા આરોપી રમીઝ ઉર્ફે બાબાએ એક ખુલ્લી છરી કાઢી છરીનો એક ઘા મરણજનાર આરીફભાઇને ડાબી બાજુ વાંસાના ભાગે મારી દીધેલ તથા આરોપીઓએ મરણજનારને આડેધડ ઢીકાપાટુનો માર મારી ફરીયાદી તથા સાહેદો વચ્ચે છોડાવવા જતા તેને પણ ઢીકાપાટાનો મુંઢમાર મારી મરણજનાર નીચે પડી ગયેલ તેને આરોપીઓએ ક્રુરતા પૂર્વક ઝનૂનથી રોડ પર ઉંધા ઢસડેલ અને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ધમકી આપેલ કે હવે તમો અમો જે દુકાન ચલાવીએ છીએ જે બાબતે આડો પગ કરશો કે વાંધો લેશો તો તમન જાનથી મારી નાખશું તેવી  ધમકી આપી મરણજનારને ડાબા પડખામાં તથા ડાબા વાસામાં તથા બંને પગના આંગળામાં તથા નકના ભાગે તથા દાઢીના ભાગે તથા જમણા પગમાં ગોઠણનો ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ કરી આરોપીઓએ એકસંપ કરી કાવત્રુ કરી મારામારી કરી મરણજનારને ગંભીર જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાયેલ હતું.

ઉપરોકત ગુનાના કામે આરોપી ઇકબાલભાઇ ઓસમાણભાઇ ખૈબર કે જેઓ વકીલાત કરે છે તેમને જામીન પર છુટવા માટેની અરજી કરેલ હતી જે અરજીમાં મુળ ફરીયાદ પક્ષે જામીન પર ન છોડવા માટે વિગતવારના વાંધાઓ રજૂ કરેલ હતાં અને મુખ્યત્વે લેખીતમાં એવા વાંધાઓ રજુ કરવામાં આવેલ હતાં કે હાલના અરજદાર/આરોપી વ્યવસાયે વકીલાત કરે છે અને તેઓ કાયદાની પરિસ્થિતિ સારી રીતે જાણતા હોવા છતાં બનાવમાં સક્રિય ભાગ ભજવેલ છે અને મરણજનારને પકડી રાખેલ છે અને અન્ય આરોપીને છરીનો ઘા મારેલ છે ત્યાર બાદ પણ પોતાના પુત્રને પણ ઉશ્કેરણી કરીને આને આજે પૂરો કરી નાખો તેમ કહી ઉશ્કેરણી કરતા તેમના પુત્રએ પણ છરીનો ઘા મારેલ છે ત્યાર બાદ મરણજનાર નીચે પડી જતા તમામ આરોપીઓએ એકસંપ કરી માર મારેલ છે અને રોડ ઉપર ઢસડેલ છે આમ હાલના આરોપીએ હાલના બનાવમાં સક્રિય ભાગ ભજવેલ હોય આવા આરોપીને જામીન પર છોડી શકાય નહીં અને હાલના આરોપી અને ફરીયાદ પક્ષ એક જ વિસ્તારમાં બાજુ બાજુમાં રહે છે જો જામીન પર મુકત કરવામાં આવશે તો સાક્ષી પુરાવાઓને ફોડવાની પણ શકયતા રહેલી છે વિગેરે હકીકતો લેખીતમાં નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ હતી.

આ કામમાં આરોપી ઇકબાલભાઇ ઓસમાણભાઇ ખૈબરે ચાર્જશીટ પહેલા પણ નામદાર સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જે અરજી જે તે વખતના સંજોગોને ધ્યાને લઇને નામદાર સેસન્સ કોર્ટે નામંજુર કરેલ હતી અને ત્યારબાદ આરોપી સામે ચાર્જશીટ થઇ જતા ચાર્જશીટ બાદની બીજી વખતની જામીન અરજી કોર્ટમાં કરેલ હતી જે અરજી પણ નામદાર સેશન્સ કોર્ટે નામંજુર કરેલ છે.

નામદાર સેશન્સ કોર્ટે બચાવપક્ષની તથા સરકારી વકીલશ્રીની તથા મૂળ ફરીયાદ પક્ષે રજુ થયેલ જામીન પર પછોડવા સામેના વાંધાઓ અને પોલીસે ચાર્જશીટ સાથે રજુ રાખેલ પેપર્સને ધ્યાને લઇને આરોપી ઇકબાલભાઇ ઓસમાણભાઇ ખૈબરની ચાર્જશીટ બાદની પણ જામીન અરજી નામજુર કરેલ હતી.

આ કામના મુળ ફરીયાદી મુસ્તાકભાઇ હાજીગુલામ ચાવડા તરફે શ્રી દિલીપ પટેલ, વિજય પટેલ, કલ્પેશ નસીત, અમૃતા ભારદ્વાજ , શ્રેયસ શુકલ, નીલ શુકલ, નૈમિષ જોષી, ચેતન પુરોહીત, કૃણાલ દવે, અનીતા રાજવંશી તથા સરકારી વકીલ શ્રી મુકેશ પીપળીયા રોકાયા હતાં.

(3:33 pm IST)