Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

'તુ અહી કેમ આવ્યો છો' કહી દિલીપ મોરાડાને મુકેશે પાવડાથી મારમાર્યો

મવડી સ્મશાન પાસે બનાવઃ મુકેશ પરમાર સામે ગુનો

રાજકોટ તા. ર૪ : મવડી સ્મશાન પાસે 'તુ અહી કેમ આવ્યો છો' કહી યુવાનને એક શખ્સે પાવડો તથા ઢીકાપાટુનો મારમારતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ મોટામવા સ્મશાન પાસે રહેતા દીલીપ મંગાભાઇ ચોરાડા રાત્રે મવડી ગામમાં જતો હતો ત્યારે મવડી સ્મશાન પાસે પહોંચતા મુકેશ ચનાભાઇ પરમાર (રહે.મવડી ગામ) એ દીલીપ પાસે આવીને 'તુ અહી કેમ આવ્યો છો' કહી ઝઘડો કરી પાવડો ફટકારી ડાબા કાન પર અને ઢીકાપાટુનો મારમારી ઇજા કરી નાસી ગયો હતો આ બનાવ અંગે દીલીપે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ.વી.પી.આહીરે તપાસ હાથ ધરી છે.

(3:27 pm IST)