Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સાસુ-સસરા અને પાંચ વર્ષીય પુત્રના પ્રેમને તાકાત બનાવી કોવિડમાં નિષ્કામ સેવા આપી રહ્યા છે ડો. સ્વીટી ચોૈધરી

આરોગ્યલક્ષ્મી સુવિધાનો અવિસ્મરણીય અનુભવ મેળવી રહ્યા છે અરવલ્લીના અડગ આરોગ્યકર્મીઓ : બહારગામના તબિબો માટે રહેવા-જમવા-સ્વાસ્થ્ય સલામતિની ઉત્તમ સુવિધાઃ પ્રારંભે ગભરાટ હતો, પણ હવે રાજકોટથી ખુશ થઇને જવું છેઃ ડો. પ્રિયંકા સુવેરા

રાજકોટ તા.૨૪ : દેશના આરોગ્ય કર્મીઓ વસુધૈવ કુંટુંબકમની ભાવના સાથે દરેક નાગરીકને કોરોનાથી રક્ષિત કરવા મુળ કાર્યક્ષેત્ર-પરિવારથી દૂર જઈને પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. આવી જ કર્તવ્યપરાયણતા નિભાવી છે અરવલ્લી જિલ્લાના ૪ આર.બી.એસ.કે આરોગ્ય કર્મીઓએ. કે જેઓએ ૧ મહિનો રાજકોટમાં રહીને દર્દીનારાયણની સેવા કરીને તબીબ તરીકેની ઉમદા ફરજ અદા કરી છે.

અરવલ્લીના ભિલોડા તાલુકામાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. સ્વીટી ચૌધરીએ રાજકોટ અંગેના અનુભવ વિશે વાત કરતા કહ્યું હતું કે, 'રાજકોટ આવવાનું થયું ત્યારે પહેલો વિચાર ૬૦ વર્ષીય સાસુ-સસરા કે જેમને ડાયાબીટીસ, બી.પી અને થાયરોડ છે અને પાંચ વર્ષીય પુત્રનો આવ્યો. પરંતુ ગર્વની વાત એ છે કે, મારા પરિજનોએ જ મને કહ્યું કે, ૧ મહિના માટે પરિવાર પછી ફરજ પહેલા. મારા પુત્રના મનમાં પણ એ વાત બેસી ગઈ હતી કે, મમ્મી કોરોના દર્દીઓની સેવા કરવા ગઈ છે. પરિવારની આ સકારાત્મકતાએ મારામાં વધુ જોશ ભર્યો. ખાસ કરીને અહીંના સ્ટાફ વિશે કહું તો તેમનો ખુબ સહકાર મળ્યો છે. શરૂઆતના ૨ દિવસમાં મને ન ગમ્યું પરંતુ પછી રાજકોટ અને રાજકોટવાસીઓ બંને ગમવા લાગ્યા.'

માતા-પિતાના સપોર્ટ અને પ્રોત્સાહન સાથે કોરોના હોસ્પિટલની ફલુ ઓ.પી.ડી.માં ૧ મહિનો કામગીરી કરીને રાજકોટની આરોગ્યલક્ષી સુવિધાના વખાણ કરતાં ડો. પ્રિયંકા સુવેરાએ જણાવ્યું હતું કે, 'હું રાજકોટ આવી ત્યારે અનેક અસમંજસમાં હતી કે, કેવી સુવિધા હશે? કેમ રહેશું? કેવી રીતે કામગીરી કરવાની રહેશે? પરંતુ મારી બધી દુવિધા અહીં આવ્યાના થોડા દિવસોમાં જ દૂર થઈ ગઈ. અમારી રહેવા-જમવાની સુવિધા સારી હતી. સિવિલ હોસ્પિટલમાં પણ પી.પી.ઈ કીટ અને સલામતીના દરેક પગલાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હું રાજકોટની ખુશ થઈને જઈ રહી છું.'

નાગરિકોને તેમના સ્વાસ્થ્ય અંગે સુચનો કરતાં ડો. ચૌધરી અને ડો. સુવેરાએ કહ્યું હતું કે, 'તબીબો લોકોની સેવા માટે ખડેપગે તૈયાર છે. પરંતુ અમારે પણ તમારા સહકારની જરૂર છે.  કારણ વગર ઘરની બહાર જવાનું ટાળીએ, નિયમિત નાસ લઈએ. માસ્ક તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ ન ચુકીએ. આ સર્વે વસ્તુ કરીને તમે અમને પરોક્ષ રીતે અચુક મદદરૂપ થઈ શકો છો.'

(2:39 pm IST)
  • ચંદ્રની ભૂમિ ઉપરથી પથ્થરો લાવવાનું ચીનનું અભિયાન શરૂ : ચીને ચંદ્ર ઉપરથી પથ્થરો પૃથ્વી ઉપર પરત લાવવા માટેનું પોતાનું પહેલું મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. access_time 9:53 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 34,564 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 91,75,876 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,37,778 થયા:વધુ 39,364 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,00,808 રિકવર થયા :વધુ 440 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,213 થયો access_time 12:36 am IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ વધુ 30 જીવ લીધા: 5,439 નવા કોવિડ કેસ : મહારાષ્ટ્રમાં 5,439 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સાથે કુલ કોવિડ કેસોની સંખ્યા 17,89,800 થઈ છે; વધુ 30 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 46683 ઉપર પહોંચ્યો છે. access_time 9:54 pm IST