Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

લક્ષ્મીનગર હોકર્સ ઝોન અને મંગળવારી બઝારમાં ફેરિયાઓનું કોરોના ટેસ્ટીંગ : બપોર સધીમાં ૫૭ ટેસ્ટ તમામ નેગેટીવ

એરપોર્ટ - રેલ્વે સ્ટેશન - બસ સ્ટેશનમાં મુસાફરોનું સ્ક્રીનિંગ અને કોરોના ટેસ્ટ માટે કેમ્પ શરૂ

રાજકોટ તા. ૨૪ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે શ્રેણીબધ્ધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે આજે તા. ૨૪ના અન્ય શહેરમાંથી અથવા અન્ય રાજયમાંથી રાજકોટ આવતા મુસાફરો માટે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત લક્ષ્મીનગર હોકર્સ ઝોન અને મંગળવારી બજાર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોર સુધીમાં ૫૭ ટેસ્ટ થયા હતા જે તમામ નેગેટીવ આવતા રાહત થઇ હતી.

શહેરમાં જે વિસ્તારોમાં ફેરીયાઓ વધુ પ્રમાણમાં રહે છે તેવા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરી કોરોના સંક્રમણને અટકાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની મેડિકલ ટીમ દ્વારા આવા કેમ્પમાં વ્યકિતનું સ્વાસ્થ્ય કેવું છે તેની પ્રાથમિક તપાસ થર્મલ સ્ક્રિનિંગ અને પલ્સ ઓકિસમીટર વડે ચકાસણી કરવામાં આવે છે. જો કોઇ વ્યકિતને કોરોના સંદર્ભે કોઈપણ લક્ષણો જણાયે તેમનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવે છે.

અન્ય રાજય કે અન્ય જિલ્લા માંથી રાજકોટ આવતા લોકો માટે મનપાની ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોટ ખાતે જ હેલ્થ ચેકઅપ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને પ્રાથમિક તબક્કાથી જ હરાવવા માટે દરેક લોકોએ પોતાનું ટેસ્ટીંગ કરાવવું જરૂરી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ બુથ, ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ સેવા રથ, કોવીડ-૧૯ ટેસ્ટીંગ વ્હીકલ તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામુલ્યે કોરોના ચેકઅપ કરી આપવામાં આવે છે. વહેલું નિદાન કરી કોરોના સંક્રમણની ચેઈનને તોડવા સૌ સહયોગ આપે તેમજ પોતાનું તેમજ પોતાના પરિવારજનોની કાળજી રાખીએ.

હાલ કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ સાફ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી છે. શકય તેટલું એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળવું એ પણ ખુબ જરૂરી છે. તંત્રની કામગીરી સાથે લોકોનો પણ સહયોગ જરૂરી છે.

કોરોનાના સામાન્ય લક્ષણો જેવાકે શરદી, ઉધરસ, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તુર્ત જ રાજકોટ મહાનગરપાલિકાની સેવાનો લાભ લેવા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે.

કાલે વેસ્ટ ઝોન કચેરીએ ડિલેવરીમેનનો કોરોના ટેસ્ટ

રાજકોટ : કોરોનાનું સંક્રમણ અટકાવવા હવે મ.ન.પા.એ મોટા પાયે ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરી છે જે અંતર્ગત આવતીકાલે ફૂડ ડિલેવરીમેન, કુરિયસ ડિલેવરીમેન વગેરેના કોરોના ટેસ્ટ કરી હેલ્થ કાર્ડ આપવાનો કેમ્પ વેસ્ટ ઝોન કચેરી, બીગબઝાર પાછળ યોજાશે. તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

(2:38 pm IST)
  • થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા જમીલ શેખની ગોળી મારી હત્યા થઈ છે. મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ શેખનો પીછો કરી માથામાં ગોળી મારી હત્યા કરી હતી. access_time 8:40 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 34,564 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 91,75,876 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,37,778 થયા:વધુ 39,364 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,00,808 રિકવર થયા :વધુ 440 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,213 થયો access_time 12:36 am IST

  • માસ્ક નહિ પહેરો તો આવશે ઘરે ઈ મેમો: સુરત મહાનગર પાલિકા હવે સીસીટીવી કેમેરાના આધારે વાહન ચાલકો પર નજર રાખશે. બાઇક ચાલક કે પાછળ બેઠેલા વ્યક્તિ એ માસ્ક નહિ પહેર્યું હોય તો ઘરે 1000 નો મેમો આવશે access_time 12:31 am IST