Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

નવાગામ કવાર્ટર, સોરઠીયાવાડી સર્કલ પાસેથી છરી સાથે બે પકડાયા

રાજકોટ,તા. ૨૪: શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બે શખ્સોને છરી સાથે પકડી લીધા છે.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. મનરૂપગીરી, સલીમભાઇ, ભાવેશભાઇ, વાલજીભા, દિવ્યરાજસિંહ, મનીષભાઇ તથા રણજીતસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે સોરઠીયા વાડી સર્કલ પાસેથી ઇલ્યાસ આમદભાઇ આંબાતર (ઉવ.૩૭) (રહે. જંગલેશ્વર શેરી નં. ૨૨)ને છરી સાથે પકડી લીધો હતો.

જ્યારે બી ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ સલીમભાઇ માડમ તથા ચાપરાજભાઇ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન નવા ગામ આવાસ યોજના કવાર્ટર પાસેથી મયુદીન ઉર્ફે બોદીયો ઇમ્તીયાઝભાઇ ચૌહાણ (ઉવ.૧૯) (રહે. નવા ગામ આવાસ યોજના કવાર્ટર)ને છરી સાથે પકડી લીધો હતો.

(2:36 pm IST)