Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

પત્નિના વિયોગમાં છતરના અરવિંદે ખડ બાળવાની દવા પી લીધી

રાજકોટ તા. ૨૪: કાલાવડના છતર ગામે રહેતાં અરવિંદભાઇ પ્રેમજીભાઇ બઢીયા (ઉ.વ.૨૭) નામના યુવાને વાડીએ ખડ બાળવાની ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

અરવિંદભાઇને સંતાનમાં એક પુત્ર છે. જે ત્રણેક વર્ષનો છે. આ પુત્રના જન્મ સમયે જ અરવિંદભાઇના પત્નિનું મૃત્યુ થયું હતું. પત્નિના વિયોગમાં આ પગલુ ભર્યાનું તેણે જણાવ્યું હતું. ચોકીના સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી.

(1:27 pm IST)