Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

રાજકોટથી અમદાવાદની બસો શરૃઃ બપોરે ૪ સુધી મળશે કફર્યુંને કારણે ટ્રાફીકમાં ઘેરીઅસર

વડોદરાની બસ બપોરે ર સુધી તો સુરતની બસ દરરોજ સવારે ૧૦ાા સુધી મળશે

રાજકોટ તા. ર૩ : સતત ત્રણ દિવસ સુધી કફર્યું બાદ અમદાવાદમાં  આજે સવારે ૬ વાગ્યાથી કફર્યું ખુલ્યો છે. જનજીવન ધબકવા માંડયું છે. અને રાજયભરમાંથી એસ.ટી. બસો પણ અમદાવાદ આવવા અને ત્યાંથી નીકળવા આજે સવારે રવાના થઇ છે.

દરમિયાન રાજકોટથી આજે સવારે ૬ાા વાગ્યે અમદાવાદ જવા એસટી બસ રવાના થઇ હતી, સતત ત્રણ દિવસ બંધને કારણે અમદાવાદનો ટ્રાફીક ચિકકાર જેવા મળ્યો હતો.

અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે અમદાવાદની  બસ બપોરે ૪ સુધી રાજકોટ ડેપો ઉપરથી મળશે ત્યાર બાદ બંધ કરી દેવાશે, આવી જ રીતે વડોદરા-સુરતમાં પણ રાત્રી કફર્યુ હોય, વડોદરાની બસ બપોરે ર થી રાા વાગ્યા સુધી તો સુરતની બસ બપોરે ૧૦ાા થી ૧૧ સુધી મળશે.

અધીકારીઓએ જણાવેલ કે રાજકોટમાં રાત્રી કફર્યુંને કારણે એસટી બસનો સૌરાષ્ટ્ર-કચ્છનો ટ્રાફીકમાં ગંભીર ઘટાડો નોંધાયો છે, લોકો ગભરાતા હોય, પ૦ ટકા ટ્રાફીકને અસર થઇ છે. જેના કારણે આવકમાં ગાબડુ પડયું છે. રાત્રે ૯ બાદ રાજકોટથી કોઇ બસ ઉપડતી નથી, બહારથી આવે છેતે રાજકોટ બહાર ઉભી રહીને બાયપાસ ચાલી જાય છે. રાજકલઠ આછનાર મુસફારોને રાજકોટ બહાર ફરજીયાત ઉતરવું પડે છે.

(12:53 pm IST)