Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

શનિવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઓશો નવ સન્યાસ ધ્યાનોત્સવ

ર૬ સપ્ટેમ્બરઃ ઓશો અભિનવ સન્યાસ દિવસ નિમિત્તે : નવા મિત્રો ઓશો નવ સન્યાસ લેશેઃ ઓશો સન્યાસ આપે છે તે પ૦ વર્ષ પહેલાથી દુર્લભ વિડીયો સીડી. દર્શાવવામાં આવશે : નામ નોંધણી કરાવેલ હશે તેઓને જ પ્રવેશ અપાશે : આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે : સન્યાસ માટે બે પાસપોર્ટ સાઇઝના ફોટા આપવાના રહેશે : સરકારી ગાઇડ લાઇન પ્રમાણે કાર્યક્રમનું આયોજન

રાજકોટ, તા. ર૪ : સંબુધ્ધ રહસ્યદર્શી સદ્ગુરૂ ઓશોના સૂત્ર ઉત્સવ આધાર જીતી આનંદ આમાર  ગાત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવો, ભજન-કિર્તન-ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩પ વર્ષોથી ર૪ કલાક ઓશો પરવૃતિથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાર ધ્યાન મંદિર પર તથા દ્વારા અવાર નવાર આયોજન કરવામાં આવે છે.

આગામી તા.ર૬ સપ્ટેમ્બર શનિવારના રોજ ઓશો અભિનવ સન્યાસ દિવસ નિમિત્તે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે હર સાલથી માફક સાંજે ૬-૩૦થી ૮ દરમ્યાન ઓશો અભિનવ સન્યાસ ધ્યાનોત્સવ ઉજવવામાં આવશે. કાર્યક્રમ દરમ્યાન નવા મિત્રો ઓશો નવ સન્યાસ લેશે. તેમજ ઓશો પોતે સન્યાસ આપે છે તે પ૦ વર્ષ પહેલાની વિડીયો સી.ડી. દર્શાવવામાં આવશે. તથા સંધ્યા સત્સંગ રાખવામાં આવ્યો છે. ઉપરોકત કાર્યક્રમ સરકારી ગાઇડ લાઇન પ્રમાણે રાખવામાં આવ્યો છે. જેઓએ અગાઉથી નામ નોંધણી કરાવેલ હશે તેઓને જ પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ માટે આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે.

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં, વૈદવાડી શેરી નં.૪, ડી-માર્ટની પાછળની શેરી, રાજકોટ.

વિશેષ માહિતઃ- સ્વામિ સત્ય પ્રકાશ : ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ- ૯૮ર૪૮ ૮૬૦૭૦

(2:29 pm IST)