Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કરણપરામાંથી નવ વર્ષ પહેલા બાઇક ચોરી કરી ફેરવતો જીજ્ઞેશ પકડાયો

રાજકોટ,તા. ૨૪: શહેરના એસ ટી બસ સ્ટેશન પાછળ કરણપરામાં કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી બાઇક ચોરી કરી નવ વર્ષથી ફેરવતા શખ્સને ભકિતનગર પોલીસે માસ્તર સોસાયટી પાસેથી ઝડપી લીધો હતો.

મળતી વિગતે મુજબ કોઠારિયા રોડ પર માસ્તર સોસાયટી મેઇન રોડ પર આર.એમ.સી.ની ઓફીસ પાસે જીજ્ઞેશ ઉર્ફે જગો નંબર વગરનાં ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની ભકિનગર પોલીસ મથકના કોન્સ. મનિષભાઇ શીરોડીયા અને મૈસુરભાઇ કુંભારવાડીયાને બાતમી મળતાં પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી.પટેલ એએસઆઇ ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગૌસ્વામી, સલીમભાઇ મકરાણી, મૈસુરભાઇ, ભાવેશભાઇ મકવાણા, મનિષભાઇ, દિવ્યરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા તથા રાજેશભાઇ ગઢવી સહિતે માસ્તર સોસાયટી મેઇન રોડ પર આર.એમ.સી.ની ઓફીસ પાસેથી જીજ્ઞેશ ઉર્ફે જીગો બીપીનભાઇ ઉર્ફે બાવાભાઇ મકવાણા (ઉવ.૩૧) (રહે. ૧૪-કૃષ્ણનગર પી.ડી.એમ. કોલેજ પાછળ) ને નંબર વગરના ચોરાઉ સ્ટબેન્ડર મોટર સાયકલ સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા તેણે આ બાઇક નવ વર્ષ પહેલા એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ કરણપરામાં આવેલ સોમનાથ કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(2:26 pm IST)