Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

એકશન, ડ્રામા, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ એટલે 'સાતમ આઠમ': શુક્રવારે રિલીઝ

મુખ્ય ત્રણ કલાકારો વચ્ચેની ફિલ્મની સ્ટોરીઃ ફિલ્મના કલાકાર અને ડાયરેકટર શિતલ શાહ કહે છે હવે ફિલ્મ મેકર્સ નવા વિષય ઉપર ફિલ્મ બનાવવા લાગ્યા

રાજકોટઃ વધુ એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. જેનું નામ છે 'સાતમ આઠમ'. એકશન, ડ્રામા, રોમાન્સ અને સસ્પેન્સ આ ફિલ્મમાં બધુ જ છે.

ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર અને દિગ્દર્શક શિતલ શાહ કહે છે કે ગુજરાતી ફિલ્મ 'સાતમ આઠમ' ૧લી જુલાઈએ રીલીઝ થઈ રહી છે, આ ફિલ્મનું નિર્માણ લાઈમલાઈટ પિકચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ ટીમે પહેલા બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી છે, જેવી કે એ વેનસ ડે, સ્પેશ્યલ ૨૬, બેબી અને સ્પેશ્યલ ઓપ્સ. શીતલ શાહ પોતે મૂળ સૌરાષ્ટ્ર- સુરેન્દ્રનગરના છે જેઓ અર્બન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ ફિમેલ ફિલ્મ ડીરેકટર છે. ફિલ્મનો હીરો પરીક્ષિત તમાલીયા પણ સુરેન્દ્રનગરથી જ છે. તે ઉપરાંત હિરોઈન ડેનીશા ઘુમરા પોતે એક નેશનલ એવોર્ડ વિનર અભિનેત્રી છે.

આ અનોખી લવ સ્ટોરી (જેમાં ટ્વીસ્ટ પણ છે) દર્શકોને સિનેમાનો એક અલગ જ અનુભવ અપવાશે જેનો સ્કેલ મોટો અને વાર્તા એન્ટરટેઈનમેન્થી ભરપૂર છે. અમે સાતમ આઠમ જે કેનવાસ પર ચિત્રિત  કર્યું છે. તેની સાથે કલાત્મક રીતે ભળી જાય તેવા સંગીત માટે પણ હું એટલી જ ઉત્સાહિત છું. આ શબ્દો છે દિગ્દર્શક શીતલ શાહના જેઓએ આ પહેલા હુતુતુતુ- આવી રમતની ઋતુ અને દુનિયાદારી જેવી ફિલ્મોમાં પણ દિગ્દર્શકનું સુકાની પદ સંભાળ્યું છે.

ફિલ્મમાં સાથી રે... અને ગોકુળ આવો ગીરધારી...એમ બે ગીતો છે. એક પ્રશ્નના જવાબમાં ત્રણેય યુવા કલાકારોએ જણાવેલ કે હાલ ગુજરાતીઓને ગમે તેવી ફિલ્મો બનવા લાગી છે. ફિલ્મ મેકર્સ પણ નવા- નવા વિષયો ઉપર ફિલ્મ બનાવી રહ્યા  છે. આ ફિલ્મમાં વિશાખા, ચિત્રા અને મુન્નાના કેરેકટર ઉપર વાર્તા ધૂમી રહી છે.

તસ્વીરમાં ફિલ્મના મુખ્ય કલાકારો પરીક્ષીત તમાલીયા, ડેનિશા ઘુમરા અને શિતલ શાહ વિ.નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:59 pm IST)