Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

વેસ્‍ટર્ન રેલ્‍વે મઝદુર સંઘના દ્વિવાર્ષિક અધિવેશનનો પ્રારંભઃ રેલ્‍વેના કર્મચારીઓને લગતા પ્રશ્નો-માંગો અંગે ચર્ચા

રેલ્‍વેના અધિકારીઓ, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ સહિતના આગેવાનોની સાંજે બેઠક

 રાજકોટઃ વેસ્‍ટર્ન રેલ્‍વે મઝદુર સંઘનું ૩૨મું દ્વિવાર્ષિક અધિવેશન યોજાયેલ છે. શહેરના ભાટીયા બોર્ડિંગ  રેલ્‍વે સ્‍ટેશન સામે યોજાયેલ. આ બે દિવસીય  અધિવેશન નેશનલ ફેડરેશન ઓફ ઇન્‍ડીયન રેલ્‍વે (એન.એફ.આઇ.આર.) ના જનરલ સેક્રેટરી ડો. એમ. રાઘવૈયાજી, એન.એફ. આઇ. આર પ્રસીડેન્‍ટ શ્રી ગુમાનસિંહજી, વેસ્‍ટર્ન રેલવે મઝદુર સંઘના જનરલ સેક્રેટરીશ્રી આર.જી. કાબર, પ્રેસીડેન્‍ટશ્રી શેરીફખાન પઠાણ, મુંબઇ ડિવીઝન વર્કીંગ જનરલ સક્રેટરીશ્રી અજયસિંહ, ખાસ ઉપસ્‍થિત રહી આ સમેલનમાં કર્મચારીઓને લગતી વિવિધ સમસ્‍યાઓ અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન આપશે.

આ મહાસંમેલનમાં રતલામ, ભાવનગર, મુંબઇ, વડોદરા, અમદાવાદ, દાહોદ વર્કશોપ પરેલ વર્કશોપ તેમજ યજમાન રાજકોટ ડિવીઝનના અંદાજે એક હજાર જેટલા પ્રતિનિધીઓ ઉપસ્‍થિત રહી તેમના પ્રશ્નો અને મુખ્‍ય માંગો જેવીકે

૧) રેલ ઉદ્યોગોનું ખાનગીકરણ બંધ કરવું.

૨) જુની પેન્‍શન સ્‍કીમ લાગુ કરવા

૩) નોન સેકટી કેટેગરીમાં ૫૦% જગ્‍યા સરન્‍ડર કરવાના અન્‍યાયી પગલા ને રદ કરવા

૪) ૭માં પગાર પંચની વિસંગતતા દુર કરવા

૫) નાઇટ ડયુટી એલાઉન્‍સ પરની સીલીંગ લીગ દુર કરવા

૬) લાખોની સંખ્‍યામાં રેલ્‍વેની સેકરી તેમજ નોન સેકરી કેટેગરી માં ખાલી પડેલ જગ્‍યાઓ ભરવી

૭) મજુર વિરોધી શ્રમીક કાયદો પરત ખેચવા માટે

૮) કર્મચારીઓના આવાસ માટે નવા કવાટર્સ બનાવવા તેમજ હાલના કવાટર્સની મરામ્‍મત કરીને રહેવાલાયક બનાવવા.

આ સંમેલનમાં રાષ્‍ટ્રીય નેતાઓ ઉપરોકત સમસ્‍યાઓની નિરાકરણ માટે તથા વહીવટી તંત્ર સામે પ્રશ્નોને યોગ્‍ય સ્‍તરે રજૂ કરવા માર્ગદર્શન આપશે અને તેમણે લીધેલ પગલાઓ વિષે માહિતગાર કરશે.

ડો. એમ. રાઘવૈયાજીએ વે.રે.મ સંઘની કાર્યકારિણીની બેઠકનું દીપ પ્રાગટય કરીને અધિવેશનનું  ઉદઘાટન કરેલ.

આજે સાંજે ૪ વાગ્‍યાથી દ્વિવાર્ષિક અધિવેશનનું ઓપન સેસન યોજાશે. જેમા ઉપરોકત પદાધિકારીઓ ઉપરાંત રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પટેલ તેમજ રાજકોટ ડિવીઝનના રેલ્‍વે મેનેજરશ્રી અનિલકુમાર જૈન તેમજ અપર મંડલ રેલ પ્રબંધક શ્રી જી.વી. સૈની તથા ભાજપ અગ્રણીશ્રી કશ્‍યપભાઇ શુકલા સહિતના ઉપસ્‍થિત રહીને કર્મચારીઓને પ્રોત્‍સાહન કરશે.તેમ રાજકોટ ડિવીઝન ના સેક્રેટરીશ્રી હિરેન મહેતાની યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીરઃસંદીપ બગથરીયા)

(3:54 pm IST)