Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગના સ્ટાફની સતર્કતાના કારણે ગુમ થયેલ સગીર વયની બાળકીને વિખૂટા પડેલા સ્વજનોને સોંપવામાં આવી

રાજકોટ, તા. ર૪ : રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગના સ્ટાફની સતર્કતાના કારણે ગુમ થયેલ સગીર વયની બાળકીને વિખૂટા પડેલા સ્વજનોને સોંપવામાં આવી

રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગ ના સ્ટાફ ની સતર્કતાના કારણે ગુમ થયેલી સગીર બાળકી ને છૂટા પડેલા સ્વજનો સાથે મેડવવામાં આવી હતી. વધુ વિગતો આપતાં, રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફે જણાવ્યું કે ૧૩ વર્ષની બાળકી બપોરે ૧૩.૦૦ વાગ્યે રાજકોટ સ્ટેશન પર આવેલી ઈન્કવાયરી ઓફિસમાં દિલ્હીની ટિકિટ લેવા માટે આવી હતી. બાળકીની હાલત અને હાવભાવ જોઈ ફરજ પરની શ્રીમતી જીજ્ઞા બેન હેમલભાઈ ઉપાધ્યાય - રિઝર્વેશન સુપરવાઈઝર, રાજકોટને શંકા ગઈ અને તેણે તાત્કાલિક આ બાળકી વિશે ચાઈલ્ડ હેલ્પ લાઈનના સ્ટાફને જાણ કરી. તપાસ દરમિયાન ચાઈલ્ડ હેલ્પલાઈને જાણવા મળ્યું કે બાળકી ઘરેથી એકલી નીકળી ગઈ હતી અને તેના માતા-પિતાને પણ ખબર નહોતી. ચાઈલ્ડ હેલ્પલાઈન સ્ટાફે બાળકીના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ આરપીએફ રાજકોટના સબ ઈન્સ્પેકટર નાઝનીન મન્સૂરી અને ચાઈલ્ડલાઈન કોઓર્ડિનેટર નિરાલી રાઠોડ દ્વારા બાળકીને તેના પિતા અને દાદીને સોંપવામાં આવી હતી.

રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન અને સીનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફે સંબંધિત વાણિજ્ય વિભાગના કર્મચારી ની તકેદારી, સમજણ અને સતર્કતા ની પ્રશંસા કરી છે.

(2:57 pm IST)