Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મઢી પાછળ હિરામનનગરમાં ગાંધીગ્રામ પોલીસનો દરોડોઃ અરમાન શેખ વિદેશી દારૂ સાથે ઝડપાયો

અગાઉ અરમાનના પિતાની દારૂમાં ધરપકડ થતાં પાસાની હવા ખાધી હતી

રાજકોટ તા. ૨૪: રૈયા રોડ હનુમાન મઢી પાછળ હિરામનનગર-૧માં રહેતાં અરમાન અબ્‍દુલભાઇ શેખ (ઉ.વ.૨૨)ને ગાંધીગ્રામ પોલીસે રૂા. ૨૧૦૦ની દારૂની ૧૧૦ મીલીની ૨૧ બોટલ સાથે પકડી લીધો હતો.

બૂટલેગરોને શોધી કાઢવા અને અગાઉ દારૂના કેસમાં પકડાયા હોય તેવા શખ્‍સોને ચેક કરવાની કામગીરી થઇ રહી હતી એ દરમિયાન ડી. સ્‍ટાફની ટીમે હિરામનનગર-૧ પાસેથી અરમાન શેખને દારૂ સાથે પકડી લીધો હતો. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ અને એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પીઆઇ જી. એમ. હડીયા તથા પીએસઆઇ જે. જી. રાણા, હેડકોન્‍સ. ખોડુભા જાડેજા, કોન્‍સ. સલિમભાઇ મકરાણી, શબ્‍બીરભાઇ મલેક, કિશોરભાઇ ઘૂઘલ, કનુભાઇ બસીયા, ગોપાલભાઇ પાટીલ, શક્‍તિસિંહ ગોહિલ અને અર્જુનભાઇ ડવએ આ કામગીરી કરી હતી. પોલીસના કહેવા મુજબ અરમાનના પિતા અબ્‍દુલ શેખની પણ અગાઉ દારૂના કેસમાં ધરપકડ થઇ હતી અને પાસા તળે જેલમાં પણ ધકલેવાની કાર્યવાહી થઇ હતી.

(12:17 pm IST)