Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

નવનલનગરમાં પાર્થએ મગજ ભમતો હોવાથી કેમિકલ પીધું

ધો-૧૦માં સતત બે વાર નાપાસ થયો છેઃ ઘરે જ વાસણ સાફ કરવાનું લિક્‍વીડ બનાવતાં હોઇ તે પી જતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૪: નવલનગર-૧૮માં રહેતો પાર્થ દિલીપભાઇ કુનતીયા (ઉ.૧૮) નામનો યુવાન વહેલી સવારે પાંચેક વાગ્‍યે વાસણ સાફ કરવાનું કેમિકલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

પાર્થ બે ભાઇમાં મોટો છે અને સતત બે વખત ધોરણ દસમાની પરિક્ષામાં નાપાસ થયો છે. હાલમાં તે ઘરના લોકો સાથે વાસણ સાફ કરવાનું લિક્‍વીડ બનાવી વેંચવાનું કામ કરે છે. પોતાનો મગજ કેટલાક દિવસથી સતત ભમતો હોવાથી કંટાળીને કેમિકલ પી ગયાનું તેણે રટણ કર્યુ હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(12:14 pm IST)