Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મોચીબજારમાં મચ્‍છીના ધંધાર્થી બે ભાઇઓ અજીત અને ફરીદને મારકુટ

બાજુના ધંધાર્થીએ હલણ બંધ કરી દેતાં માથાકુટ

રાજકોટ તા. ૨૪: રાજીવનગરમાં રહેતાં અજીતભાઇ તૈયબભાઇ સિકાર (ઉ.૪૯) અને તેના ભાઇ ફરીદભાઇ તૈયબભાઇ સિકાર (ઉ.૪૧) સાંજે સાડા આઠેક વાગ્‍યે પોતાની મોચી બજાર મચ્‍છી માર્કેટમાં આવેલી મટન-મચ્‍છીની દૂકાને હતાં ત્‍યારે બાજુમાં મટનની દૂકાન ધરાવતાં  ફિરોઝ, મોઇન અને મુસાએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી છરીથી ઇજા કરતાં   સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝનમાં જાણ કરાઇ હતી.

બાજુની દૂકાનવાળાએ હલણના રસ્‍તાં બેરલ મુકી દેતાં ગ્રાહકો આવતાં બંધ થઇ ગયા હોઇ તે બાબતે તેને સમજાવતાં માથાકુટ થયાનું જણાવાયું હતું.

(12:18 pm IST)