Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પતિને છોડી કુવાડવામાં અલગ રહેતી કાજલે એસિડ પી લીધું

મિત્ર સાથે ઝઘડો થતાં પગલુ ભર્યાનું યુવતિના માતાનું કથન

રાજકોટ તા. ૨૪: ધમલપર સાસરૂ ધરાવતી અને હાલ માવતરના ગામ કુવાડવામાંરૂમ રાખીને રહેતી કાજલ કલ્‍પેશ મજેઠીયા (કોળી) (ઉ.વ.૨૮)એ ગત રાતે ઘરે એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ચોકીના સ્‍ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

કાજલના લગ્ન આઠ વર્ષ પહેલા થયા છે અને બે સંતાન છે. પતિ ખેત મજૂરી કરે છે. કાજલના માતા હંસાબેને જણાવ્‍યું હતું કે દિકરી હાલમાં પતિને છોડી કુવાડવામાં અલગ રૂમ રાખીને રહે છે. તેને રાતે તેના પરિચિત મિત્ર વિજય સાથે કોઇ બાબતે ચડભડ થતાં આ પગલુ ભરી લીધું હતું. જો કે કાજલે હોસ્‍પિટલના બિછાને એવું રટણ કર્યુ હતું કે દિકરાને ભણવા બેસાડવો હોઇ પતિ તેના જન્‍મતારીખના દાખલા આપતો ન હોઇ જેથી આ પગલુ ભર્યુ હતું.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(12:10 pm IST)