Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ધ્રાંગધ્રાથી રાજકોટ આવેલા બાલકગીરી સોલંકીની મંદિરમાં ધોલધપાટઃ મહંત વિરૂધ્‍ધ ચોંકાવનારા આક્ષેપો

સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો પણ પોલીસ નિવેદન નોંધે એ પહેલા જતો રહ્યો : મહંતે નજર બગાડી અગાસી પર બોલાવ્‍યો, ના પાડતાં મારકુટ કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૪: ધ્રાંગધ્રા રામદેવજી મહારાજના મંદિર પાસે રહેતો બાલકગીરી ભૂપતભાઇ સોલંકી (ઉ.૧૮) ગત સાંજે પોતાને મવડી ચોકડી પાસેના એક મંદિરે મહંત સહિતે પાઇપથી માર માર્યાની અને પોતાની સાથે બળજબરીનો પ્રયાસ કર્યાની રાવ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. હદ તાલુકા પોલીસને હોઇ એન્‍ટ્રી ત્‍યાં ટ્રાન્‍સફર થઇ હતી. તેનો સ્‍ટાફ નિવેદન નોંધવા આવ્‍યો હતો. પરંતુ એ પહેલા બાલકગીરી રજા લઇ જતો રહ્યો હતો.

બાલકગીરીએ ટેલિફોનીક વાતચીતમાં આક્ષેપો કર્યા હતાં કે પોતે અને પંચગુરૂ તથા બીજા એક મહંત દ્વારકા ગયા હોઇ ત્‍યાંથી પરત આવતી વખતે રાજકોટ આવ્‍યા બાદ મંદિરમાં રોકાણ કર્યુ હતું. અહિ મહંતે પોતાના પર નજર બગાડી હતી અને અગાસી પર આવવાનું કહેતાં પોતે ન જતાં બાવડુ પકડયું હતું. પોતે અગાસીએ જવાની ના પાડી હાથ છોડાવી દીધો હતો. એ દરમિયાન મહંતની સાથે રહેતા શખ્‍સે અને મહંતે ઢીકાપાટુ અને પાઇપથી માર માર્યો હતો. બે મહિના અગાઉ પણ પોતે આ મંદિરે આવ્‍યો ત્‍યારે આવુ થયાનો આક્ષેપ તેણે કર્યો હતો. પોલીસ નિવેદન નોંધે એ પહેલા બાલકગીરી જતો રહ્યો હોઇ આક્ષેપોમાં કેટલુ તથ્‍ય? તે અંગે ચર્ચા જાગી છે.

જો કે ટેલિફોનીક વાતચીતમાં પોતે પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ કરશે તેવું રટણ કર્યુ હતું. 

(12:10 pm IST)