Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ત્રીજી જુન વર્લ્‍ડ સાઇકલ-ડે એ સાયકલનો ઉપયોગ કરવા મેયર સહિત હોદ્દેદારોની અપીલ

સાયકલ રેલી પણ યોજાશે : ‘‘સાઇકલ ટુ વર્ક'' માટે અનુરોધ

રાજકોટ, તા. ર૪ : તા.૩-જુનનાં રોજ વિશ્વભરમાં ‘વર્લ્‍ડ સાઈકલ ડે' ની ઉજવણી કરવામાં આવનાર છે ત્‍યારે રાજકોટ શહેર પણ જન સ્‍વાસ્‍થ્‍ય તેમજ પર્યાવરણની સુરક્ષા અને જાળવણીનાં સંકલ્‍પને વધુ ને વધુ  દ્રઢ બનાવવાના આ અવસર પર પોતાનું યથોચિત યોગદાન આપે તેવી અપેક્ષા સાથે રાજકોટ મહાનગરપાલિકાએ સૌ નાગરિકોને આ દિવસે પોતાની ઓફિસ વ્‍યવસાય સ્‍થળ, શાળા કોલેજ, કે પછી અન્‍ય કોઈ કામ સબબ આવવા જવા માટે સાઈકલનો ઉપયોગ કરે તેવી  મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્‍યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જાહેર હાર્દિક અપીલ કરેલ છે.

અત્રે એ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, રાજકોટવાસીઓમાં સાઈકલનાં ઉપયોગને લઈને વધુ ને વધુ જાગળતિ આવી રહી છે. એમાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાઈકલનાં ઉપયોગને મહત્તમ પ્રોત્‍સાહન મળે તે માટે વખતોવખત સાઈકલ રેલી / સાઈક્‍લોથોન જેવી ઇવેન્‍ટનું આયોજન કરવામાં આવતું રહયું છે. સાથોસાથ સાયકલનાં ઉપયોગનો વ્‍યાપ વધે અને પ્રદુષણની માત્ર ઘટે તેમજ સાયકલીંગ કરવાથી આરોગ્‍ય સારુ રહે તેવા શુભ હેતુથી સાઈકલની ખરીદી પર લોકોને રૂ.૧૦૦૦/-ની સબસિડી પણ આપવામાં આવી રહી છે. સાઈકલિંગ ક્ષેત્રની વાત કરીએ તો રાજકોટ શહેરમાં ઓછામાં ઓછા ત્રીસ હજાર જેટલી સાયકલનો નિયમિત ઉપયોગ કરનારા છે તેવું અનુમાન છે, પરંતુ ખરા અર્થમાં મહત્તમ સંખ્‍યામાં લોકો તેમના રોજબરોજના કામોમાં NMT (નોન મોટરાઈઝડ ટ્રાન્‍સપોર્ટ) તરફ પ્રયાણ કરવા માટે રીક્રીએશનલ/સ્‍પોર્ટના ઉપયોગને બદલે રોજબરોજની મુસાફરી લોકો સાયકલ પર કરે તે ઈચ્‍છનીય છે.

       તા.૩-જુનનાં રોજ વિશ્વભરમાં ૅવર્લ્‍ડ સાઈકલ ડેૅનાં રોજ મંતવ્‍ય ન્‍યૂઝ ચેનલ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાઈકલ રેલીનું સંયુક્‍તરીતે આયોજન પણ કરવામાં આવનાર છે. જેમાં વધુ ને વધુ રાજકોટવાસીઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે. રાજકોટમાં સાઈકલનો ઉપયોગ કરનારા લોકોની સંખ્‍યા રોજબરોજ વધી રહી છે એ ઉત્‍સાહપ્રેરક હકિકત છે.

આ અગાઉ પણ ૅઆઝાદી કા અમળત મહોત્‍સવૅ અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્‍ય વિભાગના ૅફિટ ઇન્‍ડિયા ફિટ ગુજરાતૅ અભિયાન હેઠળ આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૅસાઈકલોથોનૅનું આયોજન કરવામાં આવેલ હતું અને એ ઇવેન્‍ટને રાજકોટવાસીઓનાં સાથસહકાર સાથે ભવ્‍ય સફળતા મળી હતી એ સર્વવિદિત છે. 

(4:08 pm IST)