Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

વોર્ડ નં. ૧૮માં રિધ્‍ધી-સિધ્‍ધી વિસ્‍તારમાં રોડ કામનો પ્રારંભ : ખાતમુહુર્ત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૮માં આવેલ રિધ્‍ધી-સિધ્‍ધીના નાલાથી હુસેની ચોક સુધી  રૂ.૫.૯૨ કરોડનાં ખર્ચે રોડનું ખાતમુહૂર્ત સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ તથા શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડનં.૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા તથા વોર્ડ પ્રમુખ શૈલેષભાઈ બુસા, મહામંત્રી હિતેશભાઈ ઢોલરીયા તથા રવિભાઈ ઠાકોર વોર્ડ અગ્રણી મનસુખભાઈ ઠુંમ્‍મર, નિલેષભાઈ, યોગેન્‍દ્રસિંહ, યોગેન્‍દ્રસિંહ રાણા, દેવાયતભાઈ ડાંગર, સંદિપભાઈ ભુત, મનીષભાઈ ગમારા, અનિલભાઈ દોંગા, દિનેશભાઈ કયાડા, રામભાઈ ડાંગર, ધર્મેશ કિહોર, ગૌતમભાઈ તોગડિયા, જીજ્ઞેશભાઈ વડગામા, માલતીબેન ચાવડા, અંબિકાબા જાડેજા, આશાબેન ગોહેલ તથા બહોળી સંખ્‍યામાં લતાવાસીઓ ઉપસ્‍થિત રહેલ.

(4:05 pm IST)