Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

આજની ગુમરાહ પેઢીના જીવનનું ધ્‍યેય પ્રાપ્‍ત થાય એ માટે ‘‘યોગ વશિષ્‍ટ રામાયણ'' શ્રેષ્‍ઠ છેઃ પૂજય શ્રી ભૂપેન્‍દ્રભાઇ

શ્રી રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં પૂજય શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાની અમૃતવાણી : શ્રી રામનું રહેઠાણ બુધ્‍ધિના મહેલમાં નહિં, ગુણોના મંદિરમાં છે : જે માણસ પાસે માત્ર પૈસા જ છે, બીજું કંઇ નથી તે માણસ સૌથી ગરીબ છે: ભારતીય સંસ્‍કૃતિ ઋષિ, કૃષિ અને ડોસીની સંસ્‍કૃતિ છે : ભારતીય સંસ્‍કૃતિના સંતો, ઋષિઓ સંપતિ નથી માંગતા સંતતિ માગે છે : પ્રભુ પાસે પાત્ર લઇને નહિ, પાત્રતા લઇને જાઓ : ‘‘સંસારમાં એવું કોઇ સ્‍થાન નથી, જયાં પ્રભુ બિરાજતાં ન હોય'' એવુ માનનાર પાપાચરણ કઇ રીતે કરી શકે ?'' : માણસને પૂર્વગ્રહ સિવાય બીજો કોઇ ગ્રહ નડતો નથી

રાજકોટ તા.ર૪ : રાજકોટ લોહાણા મહાજનના સેવા ઉપક્રમે શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલના વિશાળ પરિસરમાં યોજાયેલ શ્રી રામકથામાં ગઇકાલે તૃતિય દિને ભાવિક શ્રોતાજનોની વિશાળ હાજરી, વ્‍યાસાસનેથી પૂ. ભૂપેન્‍દ્રભાઇની પ્રેરણાદાયી શ્રી રામકથાનો સેંકડો શ્રોતાઓએ લાભ લઇને આનંદની અનુભૂતિ કરી હતી.

ભારત સહિત વિશ્વના દેશોમાં પથરાયેલ રઘુવંશી સમાજની સૌથી મોટી, સંગઠિત સંસ્‍થા ‘‘લોહાણા મહાજન'' રાજકોટ દ્વારા માનવ સેવા ઉપક્રમે વર્તમાન સમાજના લાભાર્થે અને સંસ્‍કૃતિની સુધારણાર્થે બાહોશ અને અનુભવી કથાકાર ભૂપેન્‍દ્રભાઇ પંડયાના વ્‍યાસાસને શ્રી રામકથાનું ભવ્‍ય અને દિવ્‍ય આયોજન કર્યુ છે દરરોજ સાંજે ૪-૩૦ વાગ્‍યાથી ૮-૩૦ સુધી કથા, કથા વિરામ બાદ કથા શ્રવણનો લાભ લેનાર દરેક ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ગઇકાલે કથાના તૃતિય દિને ભાવિક શ્રોતાઓની વિશાળ હાજરી હતી, સૌએ ખુબજ શાંતિપૂર્વક કથાનું શ્રવણ કરીને ધન્‍યતા અનુભવી હતી.

ગઇકાલ સોમવારે પૂ. કથાકાર શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાએ વ્‍યાસાસનેથી સરળ બને સુપાચ્‍યભાષામાં શ્રી રામ કથાનું વર્તમાન માનવ સમાજમાં અત્‍યંત મહત્‍વ હોવાનું જણાવ્‍યું હતું. તેમણે કહ્યું કે, ‘‘શ્રી રામ સર્વ સદ્દગુણોના ભંડાર છે, પરમાત્‍મા શ્રી રામના દર્શન કરવાથી જ માનવ જીવન સફળ થાય છે. પરમાત્‍માની પ્રાપ્‍તિ એજ માનવ જીવનનું લક્ષ્ય છે, મનુષ્‍યે જીવનમાં લક્ષ્ય નકકી કરવું જોઇએ જેના જીવનમાં કોઇ ધ્‍યેય કે લક્ષ્ય નથી, તેનું જીવન નાવિક વગરની નૌકા જેવું છે. માનવ દેહ શ્રી રામના દર્શન માટેનું સાધન છે, માનવ શરીર મળ્‍યું છતાં જે પરમાત્‍માની ભકિત કરતો નથી...તે માનવ નથી, પશુ સમાન છે.‘‘દેહમાં દેવ તું'' પ્રત્‍યેક દેહમાં દેવ બિરાજેલા છે, જો માનવીના શરીરમાં પરમાત્‍મા બિરાજતા ન હોય તો માનવી બોલી શકેનહિ, અંદર બિરાજેલ ઇશ્વર માણસને બોલવાની શકિત આપે છે. ઇન્‍દ્રીયોને શકિત આપનાર ભગવાન જ છે, પ્રત્‍યેકની અંદર ચૈતન્‍ય રૂપે પ્રભુ બિરાજેલાં છે.

ગઇકાલે વ્‍યાસાસનેથી ભૂપેન્‍દ્રભાઇએ સરળ ભાષામાં કહ્યું કે, ‘‘રઘુવંશી સમાજના પૂજય સ્‍વરૂપ મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનું જીવન-કવન સમજવા આ કથાનું આયોજન કર્યું છે. વર્તમાન માનવ સમાજ દિશા વિહીન છે, યુવા પેઢી પાસે ભાવિ જીવનની કોઇ દિશા કે દૃષ્‍ટિ નથી ત્‍યારે ભગવાન શ્રી રામચંદ્રજીના આદર્શો, ભારતીય સંસ્‍કૃતિને ઉજાગર કરીને માનવ માત્રને ધ્‍યેય નિષ્‍ઠ કરવા ભગવાન શ્રીકૃષ્‍ણ અને શ્રી રામનું

ભારતની ભૂમિ ઉપર પ્રાગટય થયું છે. પૂ. ભુપેન્‍દ્રભાઇએ કહયું કે, ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍કારોની સંસ્‍કૃતિ છે, ૧૬ સંસ્‍કારની પૂજા થાય છે, ગર્ભધાન સંસ્‍કારથી લઇ, જન્‍મય છે જાત સર્વ સંસ્‍કાર... પહેલો શબ્‍દ ઓમ વેદમંત્ર બાળકના કાનમાં જવો જોઇએ અને પિતૃઓને પણ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવા જોઇએ, ‘પરિવારમાં સંતાનનો જન્‍મ થાય ત્‍યારે પિતૃઓનો આભાર અવશ્‍ય માનવો જોઇએ' આ સંસ્‍કાર સાવ લૂપ્ત થઇ ગયો છે તેને ઉજાગર કરવો જરૂરી છે. બીજુ પરિવારમાં જન્‍મ, લગ્ન કે મરણ સમયે અવશ્‍ય ગૌદાન કરો, ભારતીય સંસ્‍કૃતિને આ રીતે યાદ કરીને પેઢી દર પેઢી આગળ વધારો.

શ્રીરામના આદર્શો અને શ્રી રામકથાના સાંપ્રત ઉપદેશની આવશ્‍યકતાઓની ચર્ચા બાદ વ્‍યાસપીઠેથી શ્રી રામકથાનો ઉપક્રમે શરૂ કરતાં પૂ. ભુપેન્‍દ્રભાઇએ જણાવ્‍યું કે, ભગવાન શંકર કૈલાસ ઉપર પાર્વતીજીને કથા સંભળાવે છે. અયોધ્‍યામાં શ્રી રામનો જન્‍મ, શંકર શ્રી રામનું મુખ જોવા જાય છે, શ્રીરામને રડતાં શાંત કરે છે, માતા કૌશલ્‍યાના કહેવાથી ભગવાન શંકર શ્રી રામની હસ્‍તરેખા જુએ છે અને જણાવે છે કે, આ બાળક સત્‍યપ્રિય થશે, પરિવારનો પ્રેમ કરનારો થશે, પ્રજાને પણ પ્રેમ કરશે... પણ જુવાન થશે ત્‍યારે કોઇ ઋષિ લઇ જશે, આ હસ્‍તરેખા છે, તે બદલી ન શકાય.

શ્રી રામનું નામકરણ ગુરૂ વશિષ્‍ટએ કર્યુ, દરેક બાળકનું નામ હંમેશા મહાપુરૂષો પાસે પાડો, બાળકનું નામ પરબીડીયા ઉપરનું સરનામું છે, જે નામ પાડો તે ધ્‍યેય બનવું જોઇએ, નારની પાછળ અર્થ હોય છે તેને સાકાર કરવાનું હોય, નામનું મહત્‍વ હોવું જોઇએ, પ્રવર્તમાન સમાજમાં બાળકનું નામ રાખે છે, જેનો કોઇ અર્થ થતો નથી, આવું વિચારવાનું ભારતીય સમાજે બંધ કરી દેવું જોઇએ.

વશિષ્‍ટ ઋષિ રામ સહિત ચારેયભાઇઓના નામ પાડે છે, સૌને જે આનંદ આપે છે તે રામ છે, જેના નામ સ્‍મરણથી વિશ્રામની અનુભૂમિ થાય છે. વિશ્વનું ભરણપોષણ કરશે તે ભરત, જે ધર્મસ્‍વરૂપ છે. જેનું સ્‍મરણ કરવાથી શત્રુઓ દૂર ભાગી જાય છે તે શત્રુધ્‍ન. જેનામાં દિવ્‍ય લક્ષણો છે તેનું નામ લક્ષ્મણ... આ રીતે ચારેય ભાઇઓના નામ સામે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જોડાયેલા છે.

ઉપનયન સંસ્‍કાર, ચારે ભાઇઓને જનોઇ આપવામાં આવી. માનવ જીવનમાં આ મહત્‍વનો સંસ્‍કાર છે. કમનશીબે આ સંસ્‍કાર વિલીન થતો જાય છે.

વ્‍યાસપીઠેથી પૂ. ભુપેન્‍દ્રભાઇએ કહયું કે, વૈદ્યક્રિયામાં ગુરૂજીવનની આવશ્‍કયતા છે. ચારે ભાઇઓએ ગુરૂ વશિષ્‍ટ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હતી. શ્રીરામની સફળ જીવનયાત્રામાં યોગ વશિષ્‍ટ રામાયણનો મહત્‍વનો ભાગ છે. તેમની પ્રગતીમાં આ રામાયણના બીજા છે. ગુમરાહ વ્‍યકિતને જીવનનું ધ્‍યેય પ્રાપ્ત થાય એ માટે યોગ વશિષ્‍ટ રામાયણ શ્રેષ્‍ઠ છે. આ પ્રાચીન ગ્રંથને આધુનિક ટેકનોલોજી આપીને અનુકુળ અભ્‍યાસક્રમોમાં તેની વિદ્યાઓનો સમાવેશ કરવા કેન્‍દ્‌ની વર્તમાન સરકારનું શિક્ષણ વિભાગ અભ્‍યાસ કરે છે. વ્‍યાસપીઠેથી કેન્‍દ્ર સરકારની શિક્ષણ પ્રથાની શ્રી ભુપેન્‍દ્રભાઇએ સરાહના કરી હતી.

શ્રી રામકથાના આધ્‍યાત્‍મિક દર્શન અને વર્તમાન માનવ સમાજ માટે આવશ્‍યકતાની સમજ આપતા વ્‍યાસાસનેથી રજુ થયું કે, ગુરૂ વિશ્વામીત્રએ દશરથ પાસે આવીને કિશોરાવસ્‍થાની આસપાસના શ્રી રામ-લક્ષ્મણની માંગણી કરી, ભારતીય સંસ્‍કૃતીના સંતો, ઋષી-મુનીઓ મહાપુરૂષો સંમતી નહોતા માગતા, સંતતી માંગતા હતા. ધર્મ યુવા પેઢીથી ટકશે એટલે જ વિશ્વામિત્ર આવ્‍યા હતા.

કથા વિરામમાં શ્રીરામ-લક્ષ્મણે  રાક્ષસોનો સંહાર કર્યો, અહલ્‍યા ઉધ્‍ધાર, નારીની સંવેદનશીલતા, ઇન્‍દ્ર-ગૌતમને અલ્‍હયા ગંધ ઉપરથી પારખી ગઇ, અલ્‍હયા ઉધ્‍ધારનો પ્રસંગ સૌને પ્રેરણા આપે છે. અહલ્‍યાનું પ્રાયヘીત. પ્રાયヘીતથી શુધ્‍ધ ગંગા નદી પણ નથી. ધર્મ માણસમાંથી લધુતાગ્રંથી કાઢી નાખે છે. મહાલક્ષ્મણ, વિશ્વામિત્રનો સ્‍થિીલામાં પ્રવેશ, સ્‍વાગત, સીતાજી સાથે વિવાહ સુધીની રસપ્રદ કથા સાંભળીને લોકો ખુબ પ્રભાવીત થયા હતા.

કથાના ઉપક્રમ દરમ્‍યાન વ્‍યાસપીઠેથી પ્રેરક ઉદબોધન કરતા જણાવાયું કે રામાયણનો શ્‍લોક બોલીને તમારા બાળકને જગાડો, પ્રભાવી સંતાનોને તૈયાર કરવા માર્ટ આર્યમાતા મદાલસા શ્‍લોક બોલીને તેમના સંતાનોને જગાડે છે. ભારતીય નજીકની સંસ્‍કૃતિમાં પરીવારની દાદીમાં હરતી ફરતી યુનિવર્સિટી છે. સવારના પ્રભાતીયાથી રાત્રે વાર્તાઓ સુધીની સંસ્‍કૃતિ દાદી છે. ભારતીય સંસ્‍કૃતિ ઋષી, કૃષી અને ડોસીની સંસ્‍કૃતી છે. દરેક માનવી દાદીમા પાસેથી સંસ્‍કાર મેળવે છે. આજની પેઢીને આ જાગરણની જરૂર છે. દુનિયાના મોટા ભાગના ધર્મો ડર પેદા કરે છે. ધર્મ બુધ્‍ધિપુર્વક ન રહે. કૃતિપુર્વક રહે.  માણસમાંથી લધુતાગ્રંથી, અણસમજ દુર કરવા માટે શ્રી રામકથાનું રસપાન અતિ ઉપયોગી હોવાનું કથાકાર શ્રી ભુપેન્‍દ્રભાઇનું માનવું છે. સીતારામ સ્‍વયંવર પછીની કથા આજે મંગળવારે આગળ વધશે.

આ ભવ્‍ય કથાનું લાઇવ પ્રસારણ યુ-ટયુબ ચેનલ ષ્ટયષર્ક્કીતત્ર્શ્વફૂફૂણુત્રર્્ીશ  તથા રાજકોટ લોહાણા મહાજનની યુ-ટયુબ ચેનલ અને ફેસબુક પેઇજ ઉપર સતત નવ દિવસ સુધી માણી શકાશે.

(4:25 pm IST)