Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

સર્વે નં. ૮૯ની જમીનના કોૈભાંડમાં મુળ ખેડુત કિશોર (કિરીટ) બાબીયા ફરી મેદાનેઃ પીઆઇએલ દાખલ કરવા માટે તૈયારી

રેસકોર્ષમાં મિડીયા સમક્ષ કોૈભાંડની વિગતો જાહેર કરવા માટે પહોંચતા જ પોલીસે અટકાયત કરીઃ લેખિત રજૂઆતોમાં જીલ્લા પંચાયત પ્રમુખ, ભાજપના રાજકીય દિગ્‍ગજો વિરૂધ્‍ધ ચોંકાવનારા આક્ષેપો

રાજકોટ તા. ૨૩:  રાજકોટ સર્વે નં. ૮૯ની જમીનમાં સાડા ત્રણસો કરોડનું કોૈભાંડ આચરવામાં આવ્‍યાના આક્ષેપો સાથે આજે  મા બિલ્‍ડકોનવાળા કિશોર (કિરીટ) બાબીયાએ રેસકોર્ષ શિવાજી મહારાજની પ્રતિમા ખાતે  આવીને રજૂઆતો કરતાં અને દેખાવ કરતાં પોલીસ કિશોર બાબીયાને પોલીસ સ્‍ટેશને લઇ ગઇ હતી.   કિશોર-કિરીટ બાબીયાએ રજૂઆતમાં આક્ષેપો સાથે જણાવ્‍યું હતું કે આ જમીનના કોૈભાંડમાં જીલ્લા પંચાયતના હાલના પ્રમુખ, બ્રહ્મસમાજના અગ્રણી તેમજ ભાજપના દિગ્‍ગજો સામેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે.
રજૂઆતમાં કિશોર બાબીયાએ વધુમાં જણાવ્‍યું હતું કે સર્વે નં. ૮૯ની જમીન કે જે મોરબી રોડ પર આવેલી છે ત્‍યાં હાલમાં શિવધારા સોસાયટી ઉભી છે. ખેડુત ખાતેદાર પાસેથી દસ્‍તાવેજ કરાવી લઇ મુળ માલિકને હિસ્‍સાની રકમ ૨૦૦૭થી આજ સુધી આપવામાં આવી નથી. આ જમીનમાં સરકારી લેણુ રૂા. ૩,૫૭,૫૨,૮૦૦ની સ્‍ટેમ્‍પ ડયુટી છે તે પણ ચુકવાયું નથી. આ બાબતનો વિરોધ મુળ ખેડુત તરીકે મેં કિશોર (કિરીટ) બાબીયાએ કરતાં પોલીસે બળજબરીથી મારી અટકાયત કરી લીધી હતી અને મને પ્ર.નગર પોલીસ સ્‍ટેશને લઇ જવામાં આવ્‍યો હતો.
મા બિલ્‍ડકોનના લેટરપેડ પર થયેલી રજૂઆતમાં આગળ જણાવાયું છે કે ખેડૂત પાસેથી વર્ષ ૨૦૦૭માં બળજબરીથી દસ્‍તાવેજ કરાવાયેલ. સમજુતી કરાર પ્રમાણે રકમ આજ સુધી ચુકવાઇ નથી. આ કોૈભાંડમાં સંડોવાયેલ રાજકીય શખ્‍સો ઉચ્‍ચ હોદ્દા પર બીરાજી રહ્યા છે. યોગ્‍ય ન્‍યાયી તપાસ થાય તો મસમોટુ કોૈભાંડ બહાર આવી શકે તેમ છે. તેમ કિશોર (કિરીટ) બાબીયા વતી તેમના પુત્ર શ્‍યામ બાબીયાએ જણાવ્‍યું હતું.
રજૂઆતમાં એમ પણ જણાવાયુ છે કે  અગાઉ ૧૯૯૭-ં૯૮માં મોરબી રોડ રાજકોટના રેવન્‍યુ સર્વે નં. ૮૯ પૈકીના સર્વે નં. ૧, ૨, ૪માં અગાઉ ગજાનન પાર્ક સોસાયટી હાલ શિવધારા સોસાયટીનું પ્‍લોટીંગ થયું હતું. આ પ્‍લોટીંગના પ્રથમ પ્રયોજક જ કિશોરભાઇ હરિલાલ બાબીયા (કિરીટ) પોતે હતાં. તમામ પ્‍લોટોનું વેચાણ થઇ ગયા બાદ મુળ ખેડૂત ખાતેદારના નામે જમીનની માલિકી સરકારી દફતરે બીનખેતી નઇ ન હોઇ ખેડુતોની માલિકી બોલતી હતી. ૧૯૯૬ સુધી ખેડૂતના નામે હતી. ૨૦૦૭ સુધી તે સુચીત હતી. ૨૦૦૭માં મુળ ખાતેદારોની દાનત બગડી હતી અને કોૈભાંડ આચરાયું હતું. જમીન ૧-૦૮ ગુંઠા જેનો સ.નં. ૮૯ પૈકી ૪ છે તેની પાસેથી કિશોરભાઇ (કિરીટભાઇ)ના પિતા અને કાકાએ જમીન ખરીદી હતી. યેનકેન પ્રકારે પ્રલોભન આપી સમજુતી કરાર કરી બીનખેતી થયેલથી કિશોરભાઇને ડરાવી સમજુતી કરાર કરી લઇ વેંચાણ દસ્‍તાવેજ કરી લીધા હતાં.
આ મામલે વડાપ્રધાન, કેન્‍દ્રીય ગૃહમંત્રી, મુખ્‍યમંત્રી સમક્ષ પોતે પુરાવા આપવા તૈયાર હોવાનું કિશોરભાઇ (કિરીટભાઇ) બાબીયાએ જણાવ્‍યું છે. આ મામલે પોતે હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરવા પણ તૈયારી કરી રહ્યાનું વધુમાં જણાવ્‍યું હતું. રેસકોર્ષ ખાતે કિરીટ બાબીયા રજૂઆત કરવા આવતાં જ પોલીસ તેની અટકાયત કરીને લઇ ગઇ હતી તે તસ્‍વીરમાં જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

 

(3:22 pm IST)