Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મનપા આયોજીત બેડમીન્‍ટન સ્‍પર્ધામાં ૫૫૦ ખેલાડીઓ વચ્‍ચે જામશે જંગ : ગુરૂવારથી પ્રારંભ

કાર્યક્રમનું ઉદ્દઘાટન સાંસદ સભ્‍ય મોહનભાઇ કુંડારીયાના હસ્‍તે કરાશે : સીંગ્‍લ્‍સમાં પાંચ તથા ડબલ્‍સમાં બે કેટેગરી ટુર્નામેન્‍ટ

રાજકોટ,તા.૨૪ :  બેડમિન્‍ટનના ખેલાડીઓને  પ્રોત્‍સાહન મળે તે હેતુથી   મહાનગરપાલિકા દ્વારા તા.૨૬ ને ગુરૂવારના રોજ  વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડીયમ, રેસકોર્ષ ખાતે સવારે ૦૯:૪૫ કલાકે બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવેલ છે. જેનું ઉદ્ધાટન સંસદ સભ્‍ય  મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્‍તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને  મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેશે તેમ સ્‍ટે.કમિટી ચેરમેન  પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્‍યું હતું    
આ અવસરે સંસદ સભ્‍ય  રામભાઈ મોકરીયા,  શહેર ભાજપ  પ્રમુખ કમલેશભાઈ મીરાણી,  પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા,  પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્‍યક્ષ ઉદયભાઈ કાનગડ, ડેપ્‍યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા વગેરે ઉપસ્‍થિત રહેશે.          બેડમિન્‍ટનની રમતમાં, સીંગલ્‍સ કેટેગરીમાં ભાઇઓ તથા બહેનો  માટે અંડર- ૧૩,  અંડર- ૧૫, અંડર- ૧૯, ૨૦-૪૦, ૪૧-૬૦  તેમજ ડબલ્‍સ કેટેગરીમાં ભાઇઓ તથા બહેનો માટે  ૨૦-૪૦  અને  ૪૧-૬૦  માં ટુર્નામેન્‍ટ યોજવામાં આવશે. આ ટુર્નામેન્‍ટ તા.૨૬/૦૫/૨૦૨૨ થી તા.૦૧/૦૬/૨૦૨૨ સુધી યોજાશે. આ ટુર્નામેન્‍ટમાં ૫૫૦ ખેલાડીઓએ રજીસ્‍ટ્રેશન કરાવેલ છે.

 

(3:15 pm IST)