Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

નરેન્દ્રભાઈના શાસનમાં દેશના ઈતિહાસમાં ઐતિહાસીક કાર્યો થયા

કેન્દ્રનું આઠ વર્ષનું ગાગરમાં સાગર સમું રિપોર્ટ કાર્ડઃ ભાજપ સરકારે ભારતની યશ, કીર્તિ અને સિધ્ધિ આસમાને પહોંચાડી : ૮ વર્ષમાં ૮૦૦થી વધુ યોજનાઓ, જાહેરાતો, નિર્ણયો અને કાર્યો સાકાર કર્યા, ભારતે દુનિયાભરમાં ગુમાવેલી પોતાની અલગ ઓળખને વડાપ્રધાન મોદી અને તેમની સરકારે પુનઃ સ્થાપિત કરીઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વવાળી ભાજપ સરકારનાં ૨૬ મેના રોજ ૮ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાના અવસર પર સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, 'સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ'થી કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતના ઈતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતી એવા ઐતિહાસિક કાર્યો કર્યા છે અને એવા નિર્ણયો લીધા છે જેના દ્વારા આજે દરેક ભારતીયને પોતે ભારતીય હોવાનું ગૌરવ થાય, દેશના દરેક નાગરિકને દેશનો હિસ્સો હોવાનો હરખ થાય. ૨૦૧૪માં ભારતમાં ભાજપની સરકાર આવ્યા બાદ ભારતીયોનું જીવનધોરણ ઉચું આવ્યું છે એટલું જ નહીં સાથોસાથ દુનિયાભરમાં ભારત અને ભારતીયોનું સન્માનધોરણ પણ ઉચું આવ્યું છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે,આ આઠ વર્ષના સમયગાળામાં નરેન્દ્ર્ભાઈ મોદીએ ગુજરાતનાં વિકાસની પણ પાંખો આપી છે અને અનેકવિધ યોજનાઓ દ્વારા રાજયને વધુ સમૃદ્ઘ બનાવ્યું છે. વડાપ્રધાન જયારે જયારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે ત્યારે ગુજરાત માટે ભેટ સોગાદ લાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વએ ગુજરાતને વૈશ્વિક ફલક પર મૂકયું છે તેમ પણ કહી શકાય.

ગુજરાતમાં વેકિસનનું ઉત્પાદન હોય, અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન યોજના હોય, નર્મદા યોજના હોય, સ્ટેચ્યું ઓફ યુનિટી યોજના હોય, રાજકોટને એઇમ્સ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોય, જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગ્લોબલ સેન્ટર હોય ગુજરાત હમેશા અગ્રેસર રહયુ છે. આ સિવાય પણ અનેક વિધ યોજનાઓ દ્વારા ગુજરાતનો વિકાસ થયો છે જે નરેન્દ્ર્ભાઈ મોદીને અને ભાજપ સરકારને આભારી છે.

રાષ્ટ્રીય કક્ષાએ પણ કલમ ૩૭૦, ૩૫-એ, રામ મંદિર નિર્માણ, નાગરિકત્વ સંશોધન કાયદો, ત્રિપલ તલાક પ્રથાનો અંત, ૧૦ ટકા અનામત, કિસાન સમ્માન નિધિ, જનધન, આયુષ્માન, જન આરોગ્ય વીમા કવચ, જન ઔષધિ કેન્દ્ર, ઉજ્જવલા, સૌભાગ્ય, મુદ્રા, વન રેન્ક-વન પેન્શન, સ્વચ્છ ભારત, આત્મ નિર્ભર ભારત, ઘરનું ઘર, નલ સે જલ, ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, નવું નિર્માણાધીન સંસદ પરિસર, અટલ ટનલ યોજનાથી લઈ નવા એકસોથી વધુ એરપોર્ટ નિર્માણ, ગંગાઘાટના જીણોધ્ધાર, સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક વગેરે યોજનાઓ દ્વારા મોદી સરકારે દેશને વિકસિત દેશોની હરોળમાં મૂકી દીધો છે.

છેલ્લા ૮ વર્ષમાં ૮૦૦થી વધુ યોજના, જાહેરાતો, નિર્ણયો અને કાર્યો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારે કરેલા છે એટલું જ નહીં પરંતુ આ નિર્ણયો થકી ભારતનો સર્વાંગી વિકાસ શકય બનાવ્યો છે.

કોરોના કાળના બે વર્ષ દરમિયાન જયારે વિશ્વના અનેક દેશોમાં લોકો આર્થિક રીતે બેહાલ થઇ ગયા હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકારે ભારતની ૮૦ કરોડની વસ્તીને બે વર્ષ સુધી વિનામૂલ્યે અનાજ પૂરું પાડીને ઇતિહાસ સજર્યો છે એટલું જ નહીં લોકોને આર્થિક રીતે બેહાલ થતાં પણ બચાવ્યા છે.

આ જ સમયગાળામાં મોદી સરકારની બીજી મોટી ઉપલબ્ધી વેકિસનેશન છે લોકો કોરોના સામે રક્ષણ મેળવી શકે તે માટે રસીના ૧૯૦ કરોડ જેટલા ડોઝ આપ્યા છે. હાલમાં પણ મોદી સરકારની વેકસીનેશન ડ્રાઇવ ચાલુ જ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પ્રદાન નોંધનીય છે. મહામારીના સમયમાં ભારતે વેકિસનેશન માટે જે કામગીરી કરી છે તેની નોંધ વિશ્વના મોટાભાગના દેશોએ લીધી છે અને હુ એ તો બીજા દેશોને ભરતમાથી પ્રેરણા લેવા અનુરોધ પણ કરેલો છે. ભારતે વિશ્વના અનેક દેશોને વેકિસન પણ પૂરી પાડી છે. આ ઉપરાંત યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ઘના મામલામાં પણ ભારતે અપનાવેલા સ્ટેન્ડને વિશ્વ મંચે આવકાર આપ્યો હતો. આમ છેલા આઠ વર્ષમાં ભારત અને નરેન્દ્રભાઈ મોદી વિશ્વ ના વિશ્વસનીય આગેવાન નેતા-વર્લ્ડ લીડર તરીકે પ્રસ્થાપિત થયા છે.

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળીઙ્ગ ભાજપ સરકાર માટે આ આઠ વર્ષનો કાર્યકાળ અનેક સિદ્ઘિઓ સાથે સંકટ પણ લઈ આવ્યો છે તેમ છતાં કેન્દ્રની મજબૂત અને મકકમ સરકાર ડગમગી નથી, હિંમતભેર આફતોને અવસરમાં પલટાવવાની શકિત-સામર્થ્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જોઈ શકાય છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારમાં દેશ વૈશ્વિકકક્ષાએ શકિતશાળી બન્યો છે. હવે ભારત સાથે કોઈ આંખ ઉંચીં કરી જોઈ શકવાની તાકાત ધરાવતું નથી. જયારે બે વર્ષ પહેલા દુનિયાભરમાંઙ્ગ મહામારી કોરોના આવી ત્યારથી લઈ આજે પણ વિકસિત દેશોથી લઈ વિશ્વ આરોગ્ય સંસ્થા કોરોના મહામારીના ભારતના વખાણ કરતા અને લોકડાઉનમાં ભારત સરકારે કરેલા કાર્યોની નોંધ લેતા થાકતું નથી. કોરોના મહામારીમાં મફત અનાજ, દવાથી લઈ રસી સુધીની સુવિધા નિશુલ્ક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિકને મળી હતી અને હજુ પણ મળી રહી છે. કોરોના મહામારીના આર્થિક સંકટ સમયે પણ દેશને ૨૦ લાખ કરોડ રૃપિયાનું આર્થિક સહાય પેકેજ માત્રને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર જ આપી શકે.

એક ભારત - શ્રેષ્ઠ ભારત - આત્મનિર્ભર ભારત, સમાવેશી - વિકાસલક્ષી ભારત, ભ્રષ્ટાચાર મુકત - ભયમુકત, સશકત - સમૃદ્ઘ ભારતનું નિર્માણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના શાસનકાળની સૌથી મોટી સિદ્ઘિ છે. અનેક કલ્યાણકારી પહેલ કેન્દ્ર સરકારે કરી છે. મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, ફિટ ઈન્ડિયા સહિત વિવિધ પહેલનો હેતુ ન્યૂ ઈન્ડિયાના નિર્માણ છે. ફકત આ જ નહીં આ સાથે પર્યાવરણ અને વૈશ્વિક સમસ્યા પર પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમની સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરિણામે ભારતની વિદેશનીતિની પ્રસંશા પણ દેશ-દુનિયામાં થઈ રહી છે. વિશ્વભરમાં ભારતની યશ, કીર્તિ અને સિદ્ઘિઓ પાછળ વિકાસ પુરૃષ નરેન્દ્રભાઈ મોદી જવાબદાર છે.

આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દુનિયાના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી છે અને ભારતના એકમાત્ર એવા પ્રધાનમંત્રી છે જેને વિશ્વના સૌથી વધુ ભિન્નભિન્ન સર્વોચ સન્માન પ્રાપ્ત થયા છે. નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકારની આઠ વર્ષની સિદ્ઘિ - ઉપલદ્ઘિઓની સૂચી ઘણી જ લાંબી છે. દરેક બાબત વિસ્તારથી, વિસ્તૃત રીતે સમજાવવામાં સમય અને શબ્દની મર્યાદા બાધ બને છે તેથી ટૂંકમાં કહેવું હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારના આઠ વર્ષ પૂર્ણ થવા નિમિત્ત્।ે એટલું જ કહી શકાય કે, પૂરા વિશ્વમાં ભારતે ગુમાવેલી પોતાની અસલ ઓળખને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમની સરકારે આઠ વર્ષના કાર્યકાળમાં પુનઃ અપાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભાજપ સરકારને પક્ષ ની સ્થાપના સમયે સ્થાપકોએ આપેલ વચનો-સંકલ્પો ,સપનાઓ સાકાર કરવા ની ભગીરથ કાર્યસિદ્ઘિ સાથે કેન્દ્રમાં યશસ્વી રીતે સફળતાપૂર્ણ આઠ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે અભિનંદન પાઠવું છું તેમ રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

(3:14 pm IST)