Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પાંજરાપોળમાં ગુરૂવારે મેલડી માતાજીનો માંડવો

રાજકોટ તા. ૨૪ : અહીંના પાંજરાપોળ ખાતે આવેલ શ્રી મેલડી માતાજીના મંદિરે આગામી તા. ૨૬ ના  નવરંગા માંડવાનું આયોજન કરાયુ છે.

આ અંગે સમિતિના આગેવાનોએ ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવ્‍યુ હતુ કે પાંજરાપોળ ખાતે શ્રી મેલડી માતાજીના મંદિરે સમયાંતરે વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ગયા વર્ષે સમુહલગ્નના આયોજનમાં ૧૧ દિકરીઓના લગ્ન કરાયા હતા. સમયાંતરે રકતદાન કેમ્‍પ યોજવામાં આવે છે. તેમજ દર રવિવારે માતાજીનો તાવો કરવામાં આવે છે. નવરાત્રીમાં ગરબીનું આયોજન કરાય છે.

દરમિયાન દર ત્રણ વર્ષે માતાજીનો માંડવો કરવામાં આવે છે. તે અંતર્ગત આગામી તા. ૨૬ ના શ્રી પંચની મેલડી માતાજીનો નવરંગો માંડવો આયોજીત કરાયો છે. થાંભલીનું રોપણ તા. ૨૬ ના ગુરૂવારે સવારે ૭ કલાકે, માતાજીનું ફુલેકુ બપોરે પ વાગ્‍યે અને બપોરે ૧૧.૩૦ થી ૩ સુધી તેમજ સાંજે ૭ થી ૧૧ સુધી મહાપ્રસાદ રાખેલ છે. અંદાજે ૧૫ હજારથી વધુ લોકો મહાપ્રસાદ ગ્રહણ કરે તેવી તૈયારીઓ કરાઇ છે.

તસ્‍વીરમાં વિગતો વર્ણવતા શ્રી મેલડી માતાજી મંડપ સમિતિના જગદીશભાઇ દેગામા, ભરતભા ડંડૈયા, પ્રવિણભાઇ સોડાવાળા, વિરજીભાઇ દેગામા, દીલીપભાઇ લુણાગરીયા, રાજુભાઇ વિરસોડીયા, શૈલેષભાઇ ભરવાડ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:23 pm IST)