Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

સરકારી નિયંત્રણ હેઠળની કંપનીઓમા આર્થિક ગોલમાલ થતી રોકવા માટે અંતે ગુજરાત તારણહાર બનશે

આર.એન.ગુણા, ડે. ડાયરેકટર , નેશનલ ફોરેન્‍સિક યુનિ.ગાંધીનગર : ૩૭થી વધુ સરકારી સાહસોના ચીફ વીજીલન્‍સ્‌ ઓફિસરોને વિશ્વની પ્રથમ ગાંધીનગર સ્‍થિત નેશનલ ફોરેન્‍સિક યુનિ.દ્વારા ટેકનોલોજી અને અદભૂત દ્રશ્‍ય, શ્રાવ્‍ય દ્વારા તાલીમ બધ્‍ધ કરવામાં આવશે : રાષ્‍ટ્રિય ફોરેન્‍સિક યુનિ.ના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર આર એન.ઞુણા ‘‘અકિલા'' સાથેની વિશેષ વાતચીતમાં કહે છે કે ફ્રોડ બન્‍યા બાદ ધમધમાટ બોલાવવા કરતા આવી ઘટનાઓ રોકવા શું કરવુ તે માટે તાલીમબદ્ધ કરવાનો હેતુ છે

 રાજકોટ તા.૨૪ :  સરકારની અંડર ટેકીઞ હેઠળની જાહેર સાહસો જેવી વિરાટ કંપનીઓમાં ફ્રોડ થયા બાદ તપાસનો ધમધમાટ બોલાવી આર્થિક ગુન્‍હાઓ શોધી કાઢવાને બદલે આવી મસ મોટી કંપનીઓમાં  પ્રથમથી જ આવા આર્થિક કોભાંડો અટકાવવા માટે વિવિધ એડવાન્‍સ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે માટે વિવધ ટેકનોલોજીના ઉપયોગ સાથેની ફૂલ-પ્રૂફ  ડોકયુમેન્‍ટરી ફિલ્‍મો સાથે દ્રશ્‍ય અને શ્રવ્‍યના અદભૂત કોમ્‍બીનેશન દ્વારા ૩૭ થી વધુ પબ્‍લિક સેકટરના ચીફ વિજિલન્‍સ ઓફિસરને તાલીમબદ્ધ કરી જાગળત કરવા સાથે લોકોના નાણાનો દુર્વ્‍યય સરકારની  પ્રતિબંધધતા મુજબ અટકાવવા માટે આખું આયોજન કર્યું છે ફોરેન્‍સિક સાયન્‍સ યુનિ.ના ડેપ્‍યુટી ડિરેક્‍ટર આર.એન. ગુણાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.                 

સરકારી નિયંત્રણ હેઠળના જાહેર સાહસોની આ કંપનીઓના ચીફ વિજિલન્‍સ ઓફિસરો ને યુનિ.કુલપતિ જે .એમ.વ્‍યાસના માર્ગ દર્શન હેઠળ જે તાલીમ છે તે માટે વિશ્વની પ્રથમ ફોરેન્‍સિક યુનિ.મા તમામ તૈયારીઓ રાખવામાં આવી છે. 

  વિવિધ તરકીબો દ્વારા સાયબર માફીયાઓ દ્વારા સાયબર ફ્રોડ માટે કેવી ,કેવી ટેકનિક અજમાવવામાં આવે છે? તેની જાણકારી સિલેક્‍ટ કરેલ મોટા કિસ્‍સાઓ દ્વારા આપવામાં આવશે, સાથે સાથે તે ફ્રોડ થવા પાછળ કેવી બેદરકારી રાખવામાં આવી? તે અંગે ફોકસ કરી આ માટે કેવી ભૂલ રહેલ તેનું જીવંત ઉદાહરણ આપી આ ઘટના માટે બેદરકારી કેવી  હતી? તેનું ઉદાહરણ આપવા સાથે આવા ફ્રોડ બનતા રોકવા માટે કેવી જાગળતિ જરૂર હતી, આવી બાબતો કેવી રીતે રોકી શકાય તે માટે ની તાલીમ તથા ટેકનોલોજી ઉપયોગ માટે પણ માસ્‍ટર બનાવવામાં આવશે તેમ ડેપ્‍યુટી ડાયરેક્‍ટર આર. એન.ઞુણા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ.    

 જે સરકારી નિયંત્રણ હેઠળના ચીફ વિજિલન્‍સ ઓફિસર આ તાલીમમાં સામેલ થવાના છે તેમાં હિન્‍દુસ્‍તાન એરોનોટિક લી., હિન્‍દુસ્‍તાન સ્‍પાયડર, ભારતીય ઈલોટ્રીનિક લી., જવાહર લાલ નહેરૂ  પોર્ટ ઓથોરિટી વિગેરેનો સમાવેશ છે. 

(2:22 pm IST)