Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે ખેલકૂદ અને લલીતકલા ઉત્‍સવનો આજથી પ્રારંભ

દોડ, ટેબલ ટેનીસ સહિત ૨૦ જેટલી રમતો, સંગીત સંધ્‍યા, ડાન્‍સ ગજજર ડાન્‍સ, સાંસ્‍કૃતિક કાર્યક્રમો

રાજકોટ,તા.૨૪: શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા ઉનાળાનાં વેકેશનમાં ગુર્જર સુતાર સમાજનાં બાળકો અને યુવા ભાઈ- બહેનોનાં સર્વાંગી વિકાસ માટે ૪૬માં ખેલકુદ અને લલીતકલા ઉત્‍સવનો ન્‍યુ સુપર એન્‍જીનિયરીંગ વર્કસવાળા પ્રાણલાલ દેવરાજભાઈ વાલંભીયાની ઉપસ્‍થિતિમાં પ્રારંભ થયો છે.

તા.૨૫ બુધવારે અને ૧૦૦ મીટર દોડ, પોટેટો રેસ, દોરડા કુદ, લોટ ફૂંક, ફુગ્‍ગા ફોડ, મ્‍યુઝીકલ ચેર, લીંબુ ચમચી રેસ, વોટર ઈન બોટલ, ટ્રાઈસીકલ રેસ તેમજ પરિણીત બહેનો માટે મેમરી ટેસ્‍ટ જેવી વિવિધ કેટેગરીની ૨૦ જેટલી રમતો રમાડવામાં આવશે. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન ત્રિશુલ એન્‍જીનિયરીંગવાળા મનુભાઈ રતનશીભાઈ વિરમગામાં ઉપસ્‍થિત રહેશે.

તા.૨૬ ગુરૂવારે ‘‘સંગીત સંધ્‍યા'' કાર્યક્રમમાં નવા- જુના ફિલ્‍મો ગીતો ઓરકેસ્‍ટ્રા સાથે રજુ થશે. આ કાર્યક્રમમાં સેન્‍ટ્રલ એન્‍જીનિયરીંગ એકસપોર્ટસવાળા પ્રદિપભાઈ રતિભાઈ વાલંભીયા ઉપસ્‍થિત રહેશે.

તા.૨૭ને શુક્રવારે ‘‘ડાન્‍સ ગજજર ડાન્‍સ'' કાર્યક્રમમાં ૧૫ વર્ષના નાનાં બાળકો ફિલ્‍મી ડાન્‍સ રજુ કરશે.

આ પ્રસંગે મુખ્‍ય મહેમાન શ્રીનાથજી કલોથ સ્‍ટોરવાળા મુકેશભાઈ બુધ્‍ધદેવ ઉપસ્‍થિત રહેશે.

જયારે તા.૨૮ને શનિવારે ‘મનોરંજન અને સાંસ્‍કૃતિ' કાર્યક્રમમાં શાષાીય નૃત્‍ય, સમુહ રાસ, નાટક, એક પાત્રીય અભિનય, સંગીત વાદન અને નાના બાળકો માટે વેશભૂષા જેવી કૃતિઓ રજુ થશે. મુખ્‍ય મહેમાનપદે ઈનોવેટીવ મોલ્‍ડ વર્કસના સુનીલભાઈ કનુભાઈ સીનેરોજા ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા અધ્‍યક્ષ કિશોરભાઈ જાદવાણી, પ્રમુખ ચમનભાઈ ગોવિંદીયા, મંત્રી નટુભાઈ ભારદીયા તથા કેળવણી મંડળના ટ્રસ્‍ટીઓ અને કારોબારી સભ્‍યો- કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહયા છે. જ્ઞાતિજનોને આમંત્રણ અપાયું છે.

(1:33 pm IST)