Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

સ્‍પાઇસ જેટનું મીસ મેનેજમેન્‍ટઃ રાત્રે રાજકોટથી દિલ્‍હી જતી ફલાઇટ અટવાઇઃ મુસાફરો રાત્રે ૧ર સુધી રઝળ્‍યા

મુસાફરો કહે છે ટેકનીકલ ખામીઃ સ્‍પાઇસ જેટના બહાના મુસાફરો-સામાન વધી ગયાઃ દિલ્‍હીમાં વાતાવરણ ખરાબ : મુસાફરો રન-વે ઉપર ભૂખ હડતાલની જેમ બેસી ગયાઃ આખરે રાત્રે ૧ર વાગ્‍યા બાદ ફલાઇટ રવાના

રાજકોટ, તા., ૨૪: રાજકોટ એરપોર્ટ પર ગઇરાત્રે ૮ વાગ્‍યે રાજકોટથી દિલ્‍હી જતી સ્‍પાઇસ જેટની ફલાઇટ મુસાફરો-સામાન વધી ગયાનું બહાનુ ધરી તથા ત્‍યાર બાદ દિલ્‍હીનું વાતાવરણ ખરાબ હોવાનું બહાનુ ધરી રાજકોટ જ સ્‍પાઇસ જેટે અટકાવી દેતા મુસાફરોમાં મોડી રાત સુધી હોબાળો મચી ગયો હતો. અંદાજે ૯૦ થી ૧૦૦ જેટલા મુસાફરો રાત્રે ૧ વાગ્‍યા સુધી રઝળી પડયા હતા.
સ્‍પાઇસ જેટના મીસ મેનેજમેન્‍ટના કારણે ૯૦ જેટલા પ્રવાસીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતા. મુસાફરો  રનવે પર જાણે ભુખ હડતાલ ઉપર બેઠા હોય તેવો તાલ સર્જાયો હતો. પ્રવાસીઓ રન-વે પર બેસવા મજબુર બન્‍યા હતા. ખાવા પીવાની પણ કોઇ વ્‍યવસ્‍થા ન કરાતા દેકારો મચી ગયો હતો.
અમુક મુસાફરોએ જણાવેલ કે વિમાનમાં ટેકનીકલ ખામીને કારણે ફલાઇટ અટવાઇ તો સ્‍પાઇસ જેટના સતાવાળાઓએ પહેલા વધુ સામાન-મુસાફરો વી ધગયાનું અને બાઇમાં દિલ્‍હીમાં વાતાવરણ ખરાબ હોવાનું બહાનુ ધર્યુ હતું.
દરમીયાન આજે સવારે મળતા સતાવાર અહેવાલો મુજબ રાત્રે ૧૨ વાગ્યે આ ફલાઇટ દિલ્હી જવા રવાના થઇ હતી. ઘટના અંગે મુસાફરોમાં ભારે ટીકા થઇ રહી છે

 

(11:39 am IST)