Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

હર્ષ સંઘવી રાજકોટમાં : નાટક ‘જાણતા રાજા'ના કાર્યક્રમ સ્‍થળનું નિરીક્ષણ કર્યુ

રાજકોટ : રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષદભાઈ સંઘવી આજે સવારે રાજકોટ આવી પહોંચ્‍યા હતા અને સીધા જ રેસકોર્ષ મેદાન ખાતે આજે સાંજે યોજાનાર નાટક ‘જાણતા રાજા'ના કાર્યક્રમ સ્‍થળની મુલાકાત લીધી હતી. શહેર ભાજપના આગેવાનો દ્વારા શ્રી હર્ષભાઈ સંઘવીને બેઠક વ્‍યવસ્‍થા, સ્‍ટેજ સહિતની માહિતી આપી હતી. આ પ્રસંગે મંત્રી અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર ડો.પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મનીષભાઈ રાડીયા, જીતુભાઈ કોઠારી, પરેશ જોષી, અનિલભાઈ પારેખ, દિનેશ કારીયા, જયમીન ઠાકર, મયુર શાહ, કિશોરભાઈ રાઠોડ તેમજ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, મ્‍યુનિસિપલ કમિશ્નર શ્રી અમિત અરોરા સહિતના અધિકારીઓ - પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ મુલાકાત બાદ શ્રી હર્ષભાઈ સંઘવી વાહન માર્ગે આટકોટ જવા રવાના થયા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(11:34 am IST)