Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

કાલે ભીષ્મ શ્રાદ્ધ દિવસ

આવતીકાલે ભીષ્મ અષ્ટમી. ભીષ્મ શ્રાદ્ધ દિવસ છે. માઘ મહિનામાં શુકલ પક્ષની અષ્ટમીને ભીષ્મ અષ્ટમી કહેવામાં આવે છે. આ તિથિએ વ્રત રાખવાનું વિશેષ મહત્વ છે. આ વખતે આ વ્રત આવતીકાલે ગુરૂવારે છે. ધર્મશાસ્ત્રોના અનુસાર આ દિવસે ભીષ્મ પિતામહ સૂર્યના ઉત્તરાયણ બાદ પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. તેઓની સ્મૃતિમાં આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે દરેક હિન્દુને ભીષ્મ પિતામહના નિમિત કુશ, તલ અને પાણી તર્પણ કરવુ જાઈએ. તેઓના માતા-પિતા જીવિત હોય કે ન હોય. આ વ્રત કરવાથી મનુષ્ય સુંદર અને ગુણવાન સંતાન પ્રાપ્ત કરે છે મહાભારતના અનુસાર જે મનુષ્ય માઘ શુકલ અષ્ટમીએ ભીષ્મના નિમિત તર્પણ કરે છે.

વૈયાધ્રપદગોત્રાય સાંકૃત્યપ્રવરાય ચ

ગંગાપુત્રાય ભીષ્માય સર્વદા બ્રહ્મચારીણે ।।

ભીષ્મઃ શાન્તનવો વીરઃ સત્યવાદી જીતેન્દ્રિય

આભિરભિદ્રવપ્નોતુ પુત્રપૌત્રોચિતાં ક્રિયામ્ ।।

તેમના આખા વર્ષના પાપ ધોવાઈ જાય છે. સવારે સ્નાન કર્યા બાદ જા શકય હોય તો પવિત્ર નદીના કિનારે સ્નાન કરવું.

વસૂનામવતારાય શન્તરોરાત્મજાય ચ

અર્ધ્યદદામી ભીષ્માય આબાલબ્રહ્મચારીણે।।

 જા તે શકય ન હોય તો નદીનું પાણી ઘરે લાવી હાથમાં તલ, પાણી લઈ (જનોઈને જમણી કોણીએ રાખી) અને દક્ષિણ દિશામાં મોઢુ રાખી મંત્રોથી તર્પણ કરવુ જાઈએ.(૩૭.૧૮)

વિજયભાઈ વ્યાસ શાસ્ત્રીજી

(મો. ૯૪૨૬૨ ૮૯૦૩૫)

(4:41 pm IST)