Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

સંવેદનશીલ સરકારના સારથિને શુભકામનાઓઃ માંધાતાસિંહ જાડેજા

અતિ ટૂંકાગાળામાં મુખ્‍યમંત્રી તરીકે સાડા પાંચસોથી વધુ નિર્ણય લઈ ગુજરાતના વિકાસ દ્વારો ખોલ્‍યા

રાજકોટ, તા. ૨૩ :. ભારતીય જનતા પાર્ટીના શિર્ષસ્‍થ નેતૃત્‍વે ચૌદમી વિધાન પરિષદના નેતા તરીકે શ્રી વિજયભાઈ રૂપાણીની પસંદગી કરીને ગુજરાત રાજ્‍યને પુનઃ સંવેદનશીલ અને પારદર્શક સરકારની ભેટ આપી છે એમ જણાવી યુવરાજ શ્રી માંધાતાસિંહજી જાડેજા એ વધુમાં ઉમેર્યુ હતુ કે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ પાસેથી નૈતિક, રાષ્‍ટ્રીય અને સાંસ્‍કૃતિક શિક્ષણના પાઠ ભણીને સકારાત્‍મક જીવનશૈલી વિકસાવનાર શ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર જીવનમાં જીવન મૂલ્‍યોને સ્‍થાન આપી એક મૂલ્‍યનિષ્‍ઠ માનવી તરીકે અવિરત પ્રજાની વચ્‍ચે રહીને પ્રજાભિમુખ કાર્ય કર્યુ છે. ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે અતિશય ટૂંકાગાળામાં સાડા પાંચસોથી પણ વધારે નિર્ણયો લઈને ગુજરાતના સર્વાંગી વિકાસના દ્વાર ખોલવાનો આરંભ કરનાર શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્‍વ તળે હવે વિકાસ જેટગતિથી આગળ ધપશે.

બાલ્‍યાવસ્‍થાથી રાષ્‍ટ્રવાદના રંગે રંગાયેલા શ્રી રૂપાણીએ માનવીય મૂલ્‍યોને મધ્‍યનજર રાખીને નિસ્‍વાર્થ ભાવે સેવાધર્મના આરંભ પછી અનેકવિધ સંઘર્ષોનો સામનો કરીને કોલેજથી રાજ્‍ય સુધી નેતૃત્‍વ હરણફાળ ભરી છે તે શ્રી વિજયભાઈ એ વિકસાવેલી એમની સેવાભાવનાની સુગંધ છે, એમ જણાવી યુવરાજશ્રીએ શ્રી વિજયભાઈ રૂપાણીને શુભકામનાઓ પાઠવી હતી.

 

(3:44 pm IST)