Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ઝોન કક્ષાએ પ્રથમ આવ્યા બાદ રાષ્ટ્રીકક્ષાએ કૌવત બતાવવા જઇ રહેલ રાજકોટની મુક બધીર બાળાઓ

તા.૩ ના ભોપાલમાં ભાગ લેશે : પ્રોત્સાહીત કરવા તા.૩૦ ના વિશેષ કાર્યક્રમ

રાજકોટ તા. ૨૩ : ભારત સરકારના માનવ કલ્યાણ સંશાધન મંત્રાલય ન્યુ દિલ્હી દ્વારા આયોજીત કલા ઉત્સવ અંતર્ગત તા. ૩ ના નેશનલ કોમ્પીટીશનમાં 'છતીસગઢનું લોકનૃત્ય' રજુ કરવા જઇ રહેલ રાજકોટની વિરાણી બહેરા મુંગા શાળાની મુક બધીર દિકરીઓને પ્રોત્સાહીત કરવાનો એક કાર્યક્રમ આગામી તા. ૩૦ ના શનિવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા ચોકડી ખાતે યોજવામાં આવેલ છે.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કલેકટર ડો. વિક્રાંત પાંડે, અતિથિ વિશેષ તરીકે રેન્જ આઇ.જી.પી. શ્રી ડી. એન. પટેલ, મ્યુ. કમિશ્નર શ્રી બંછાનિધિ પાની, જિલ્લા શિક્ષણાધિકારી ડો. એમ. આર. સગર, બાન લેબ્સવાળા મૌલેશભાઇ ઉકાણી, જયોતી સીએનસીવાળા પરાક્રમસિંહ જાડેજા, જૈન અગ્રણી જયેશભાઇ શાહ વગેરે ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટની શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બહેરા મુંગા શાળાની વિદ્યાર્થીનીઓએ છતીસગઢનું લોકનૃત્ય તૈયાર કરી ઝોન કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. હવે રાષ્ટ્રીય કક્ષાએ કૌવત બતાવવા તા. ૩ ના ભોપાલ જઇ રહી છે ત્યારે તેને પ્રોત્સાહીત કરવા તા. ૩૦ ના આ કાર્યક્રમ આયોજીત થયો છે. કલાપ્રેમીઓ, કદરદાનોએ ઉપસ્થિત રહી દિકરીઓને પ્રોત્સાહીત કરાવ વિરાણી બહેરા મુંગા શાળા ટ્રસ્ટ (ફોન-૦૨૮૧ ૨૩૬૧૬૩૮) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૧)

(11:32 am IST)