Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

૪ર કિલોગ્રામ અખાદ્ય મિઠાઇ-ફરસાણનો નાશ

દશેરાએ આરોગ્ય તંત્ર દોડયુ : ૧૬ સ્થળેથી મિઠાઇના નમુના લેવાયાઃ૩૦ વેપારીઓને નોટીસ ફટકારાઇઃ ૭૮ દુકાનોમાં ચેકીંગ

રાજકોટ,તા. ૨૩: શહેરમાં ફુડ વિભાગનાં નવા કાયદા -મુજબ દશેરાના તહેવારો નિમીતે મ.ન.પા.ના આરોગ્ય તંત્રએ મિઠાઇ -ફરસાણના વેપારીઓને ત્યાં ચેંકીંગ ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત આજે કુલ ૪૨ કીલો અખાદ્ય મીઠા-ફરસાણ વગેરે ચીજવસ્તુઓનો નાશ કરાયો હતો.

આ અંગે સતાવાર યાદીમાં જણાવાયા મુજબ નવરાત્રી-દશેરાના તહેવારોને અનુલક્ષીને રાજકોટ શહેરમાં મિઠાઇ-ફરસાણ સહિતના ખાદ્યપદાર્થોનું વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન તથા વેચાણ થતુ હોય, જાહેર જનઆરોગ્યના હિતાર્થે ફૂડ શાખા દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ અન્વયે રાજકોટ શહેરમા મીઠાઇ-ફરસાણ ના ઉત્પાદકો તથા વિત્ત્।રકોની સદ્યન ચકાસણી કરવામા આવેલ છે.

જેમાં હાલની પ્રવર્તમાન કોવિડ-૧૯ ની મહામારીની પરિસ્થિતીને ધ્યાનમા લઇ સરકારશ્રી દ્વારા બહાર પડાયેલ માર્ગદર્શીકા મુજબ ચકાસણી કરાયેલ છે.

ઉત્પાદન / વેંચાણ થતી ખાદ્યચીજો - દૂધની મીઠાઇ, માવાની મીઠાઇ, લોટની મીઠાઇ, ફરસાણ તેમજ મીઠાઇ/ફરસાણની બનાવટમા ઉપયોગમાં લેવાતી કાચી માલ-સામગ્રી (ઇન્ગ્રેડીયન્ટ્સ - માવો, સીલ્વર ફોઇલ, ફ્લેવર, કેસર, ડ્રાયફ્રુટ, વગેરે) નું વેચાણ કરતા ફુડ બિઝનેસ ઓપરેટરોની સદ્યન ઝુંબેશરૂપે ચકાસણી કરી શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂના લેવા અંગે કાર્યવાહી કરેલ છે.

ફૂડ લાયસન્સ / રજીસ્ટ્રેશન તથા ખાદ્યચીજોના ઉત્પાદન / વેચાણ સ્થળે FSSA-૨૦૦૬ ના લાયસન્સીંગ રેગ્યુલેશન ના શેડ્યુલ-૪ મુજબની શરતોની અમલવારી અંગે ચકાસણી કરેલ છે.

ફરસાણ સહીતની ખાદ્યચીજોના પેકેજીંગ મટીરીયલ તરીકે છાપેલ (પ્રીન્ટેડ ) પસ્તીના ઉપયોગ તથા ખાદ્યચીજના પેકીંગ માટે સ્ટેપલર પીનના ઉપયોગ બાબતે ચકાસણી કરેલ છે.

મીઠાઇ/ફરસાણ બનાવવા માટે ઉપયોગમા લેવાતા શુધ્ધ ઘી / વનસ્પતિ / ખાદ્યતેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ લગાડવા બાબતે ચકાસણી કરેલ છે.

વેચાણ અર્થે રાખેલ લૂઝ મીઠાઇની ચોકી / ટ્રે પર 'બેસ્ટ બિફોર ડેઇટ'/ 'યુઝ બાય ડેઇટ'ફરજીયાતપણે દર્શાવવા બાબતે ચકાસણી કરેલ છે.

રાજયસરકારશ્રી દ્વારા વ્ભ્ઘ્ મશીન ફાળવેલ હોય જેનો ઉપયોગ ફરસાણ સહિતના ખાદ્યપદાર્થો તળવામાં વપરાતા ખાદ્યતેલની  TPC વેલ્યુ ચેક કરવામાં આવેલ જેમાં ુકલ ૭૮ સ્થળે ચેકીંગ કરાયેલ.

ઉપરોકત ઝૂંબેશ દરમ્યાન ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન, ઉત્પાદન માટે વપરાશમાં લેવાતા દ્યી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, પેકીંગ માટે છાપેલી પસ્તીનો ઉપયોગ, લુઝ મીઠાઇની ચોકી પર યુઝ-બાય-ડેઇટ હોવા અંગે, ઉત્પાદન દરમ્યાન હાઇજીન જાળવવા બાબતે ચકાસણી હાથ ધરી નિયમપાલન માટે જવાબદારોને નોટીસ આપવામા આવેલ, તથા ચકાસણી દરમ્યાન સ્થળ પરથી છાપેલી પસ્તી જપ્ત કરેલ અને મળી આવેલ અખાદ્ય સામગ્રી ૪૨ કી. નાશ કરાવેલ હતો.

આ કામગીરી દરમિયાન જલારામ ફરસાણ અને સ્વીટ પુનીતનગર/૩ વાવડી પાસેને ફૂડ લા., ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, છાપેલી પસ્તીનો ઉપયોગ, યુઝ-બાય-ડેઇટ, હાઇજીન બાબતે નોટીસ તથા પસ્તી તેમજ અખાદ્ય સામગ્રી ૫ કી. નાશ (૨ )જય સોમનાથ ફરસાણ અને સ્વીટપુનીતનગર/૩ વાવડી પાસેને ફૂડ લા., ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, છાપેલી પસ્તીનો ઉપોગ, હાઇજીન બાબતે નોટીસ તથા પસ્તી તેમજ અખાદ્ય સામગ્રી ૨ કી. નાશ (૩)શ્રી રામદેવ ડેરી ફાર્મ પુનીતનગર/૩ વાવડી પાસેને ફૂડ લા., યુઝ-બાય-ડેઇટ, બાબતે નોટીસ (૪)જય હનુમાન ફરસાણ પુનીતનગર મેઇન રોડ  વાવડી પાસેને  ફૂડ લા.,  ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ બાબતે નોટીસ (૫)શ્રી રાધેક્રીષ્ના ડેરી ફાર્મવાવડીને ૮૦ફુટ રોડ ફૂડ લા., યુઝ-બાય-ડેઇટ, બાબતે નોટીસ (૬)નીલકંઠ ડેરી ફાર્મ વાવડી ૮૦ફુટ રોડને ફૂડ લા., યુઝ-બાય-ડેઇટ, બાબતે નોટીસ (૭)પ્રમુખ રાજ ડેરી ફાર્મવાવડી ૮૦ફુટ રોડને ફૂડ લા., યુઝ-બાય-ડેઇટ, બાબતે નોટીસ (૮)મધુસુદન ડેરી ફાર્મવાવડી ૮૦ફુટ રોડને ફૂડ લા., યુઝ-બાય-ડેઇટ, બાબતે નોટીસ (૯)સહજા નંદ ડેરી ફાર્મવાવડી ૮૦ફુટ રોડને ફૂડ લા., યુઝ-બાય-ડેઇટ, બાબતે નોટીસ (૧૦)રાધીકા ડેરી ફાર્મવાવડી ૮૦ ફુટ રોડને ફૂડ લા., ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, છાપેલી પસ્તીનો ઉપયોગ, યુઝ-બાય-ડેઇટ, હાઇજીન બાબતે નોટીસ તથા પસ્તી તેમજ અખાદ્ય સામગ્રી ૩ કી. નાશ (૧૧ )નંદનવન ડેરી ફાર્મવાવડી નંદનવન મેઇન રોડને યુઝ-બાય-ડેઇટ, બાબતે નોટીસ (૧૨)પટેલ ફરસાણવાવડી નંદનવન મેઇન રોડને ફૂડ લા., ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, છાપેલી પસ્તીનો ઉપયોગ, યુઝ-બાય-ડેઇટ, હાઇજીન બાબતે નોટીસ તથા પસ્તી તેમજ અખાદ્ય સામગ્રી ૧૦ કી. નાશ (૧૩)પટેલ ફરસાણ વાવડી નંદનવન મેઇન રોડને ફૂડ લા. રીન્યુ, ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, છાપેલી પસ્તીનો ઉપયોગ, હાઇજીન બાબતે નોટીસ તથા પસ્તી તેમજ અખાદ્ય સામગ્રી ૩ કી. નાશ (૧૪)રાધેશ્યામ ડેરી પેડક રોડ અખાદ્ય સામગ્રી ૩ કી. નાશ (૧૫)ન્યુ ભારત સ્વીટ માર્ટ પેડક રોડને અખાદ્ય સામગ્રી ૫ કી. નાશ (૧૬)વરીયા સ્વીટ એન્ડ ફરસાણ રણછોડનગરને અખાદ્ય સામગ્રી ૩ કી. નાશ (૧૭)ચામુંડા ડેરી એન્ડ ફરસાણ જુનો મોરબી રોડને ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, અખાદ્ય સામગ્રી ૩ કી. નાશ (૧૮)શ્રી પટેલ વિજય ડેરી મોરબી હાઇ વે  ને ફૂડ લાયસન્સ બાબતે નોટીસ (૧૯)ધારેશ્વર ડેરી ફાર્મ ભકતી નગર સર્કલને ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, યુઝ-બાય-ડેઇટ, હાઇજીન બાબતે નોટીસ  (૨૦)વીકાસ ડેરી ફાર્મ૮૦ ફુટ રોડને ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ બાબતે નોટીસ તથા પસ્તી તેમજ અખાદ્ય સામગ્રી ૫ કી. નાશ (૨૧)યોગેશ્વરડેરી ફાર્મકોઠારોયા રોડને ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, બાબતે નોટીસ  (૨૨)દીલીપ ડેરી કોઠારીયા રોડ, દેવપરાને ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, યુઝ-બાય-ડેઇટ, બાબતે નોટીસ(૨૩)એંજલ ડેરી એન્ડ ફરસાણકોઠારીયા રોડ, દેવપરાને ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, બાબતે નોટીસ  (૨૪)કનૈયા  ડેરી કોઠારીયા રોડ, કેદાર ગેટને ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, બાબતે નોટીસ (૨૫)સુધાંગ  ડેરી કોઠારીયા રોડ, કેદાર ગેટને ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, બાબતે નોટીસ (૨૬)ન્યુ કનૈયા  ડેરી કોઠારીયા મે.રોડને ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, બાબતે નોટીસ (૨૭)ગણેશ ડેરી કોઠારીયા મે.રોડને ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, બાબતે નોટીસ(૨૮)અમીધારા ડેરી ફાર્મ કોઠારીયા રોડ, વીનોદનગરને ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, યુઝ-બાય-ડેઇટ, બાબતે નોટીસ (૨૯)રામદેવ ડેરી શ્રધ્ધા પાર્કને મે.રોડ, ડી માર્ટ સામે ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ, યુઝ-બાય-ડેઇટ, બાબતે નોટીસ (૩૦) કૈલાશ ડેરી શ્રધ્ધા પાર્કને ઘી/તેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ,  બાબતે નોટીસ વગેરે કાર્યવાહી કરાઇ હતી.

(3:58 pm IST)