Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ટ્રાફિકને અડચણરૂપ વાહનો રાખનારા ત્રણ ચાલકો સામે ગુનો

રાજકોટ,તા. ૨૩: શહેરના અલગ અલગ વિસ્તારમાં થતા અકસ્માતોને નિવારવા માટે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં આજીડેમ પોલીસે ટ્રાફીકને અડચણરૂપ વાહન પાર્ક કરનારા ત્રણ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી. કડછા, હેડ કોન્સ. એમ.બી.જાડેજા તથા સવજીભાઇ બાલાસરા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે ગોંડલ ચોકડી પાસે ટ્રાફીકને અડચણરૂપ પાર્ક કરેલ જી.જે. ૧ બીટી ૮૯૧૦ નંબરના ટ્રક ચાલક દીનેશ ટપુભાઇ બારૈયા (ઉવ.૬૫) (રહે. શાપર વેરાવળ) તથા કોઠારિયા સોલવન્ટ પાસે રોંગ સાઇડમાં પાર્ક કરેલ. જી.જે. ૩ બીવી ૨૭૧૦ નંબરની દોસ્ત ગાડીનો ચાલક રમેશ માવજીભાઇ સખીયા (ઉવ.૩૩) (રહે. બાલાજી પાર્ક કોઠારીયા) ને અને આજીડેમ ચોકડી નજીક પુલ નીચે સર્વીસ રોડ પાર્ક કરેલ જીજે ૩બીએકસ ૯૫૯ નંબરની રીક્ષાનો ચાલક પ્રવિણ ગીરી શાંતિગીરી ગૌસ્વામી (ઉવ.૫૩)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:10 pm IST)