Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સમરસ કોવિડ સેન્ટરમાંથી છુટા કરાયેલા કામદારોમાં પગાર પ્રશ્ને દેકારો

પગાર માટે ધક્કા ખાતા બહેનોને ન્યાય અપાવવા સામાજીક કાર્યકર બુખારી બાપુની રજૂઆત

રાજકોટ, તા. ર૩ : સમરસ કોવિડ-૧૯ સેન્ટરમાંથી તાજેતરમાં કોન્ટ્રાકટર બેઝ સ્ટાફને છુટા કરી દેવામાં આવ્યા બાદ હવે તેઓના પગારમાં ધાંધીયા શરૂ થતાં આવા કર્મચારીઓમાં જબરો દેકારો બોલી ગયો છે. ત્યારે આ બાબતે ન્યાય અપાવવા નોડલ ઓફીસને રજુઆતો કરાઇ છે.

આ અંગે સામાજીક કાર્યકર બુખારી બાપુની યાદીમાં જણાવ્યા મુજબ સમરસ કોવિડ સેન્ટરમાંથી મેન પાવર કોન્ટ્રાકટર એજન્સીએ કોઇપણ જાતની જાણ વગર કર્મચારી બહેનોને છુટા કરી દેવાયેલ અને હવે છેલ્લા ૧ાા મહીનાનો પગાર પી.એફ. વગેરે બાબતે ગલ્લા-તલ્લા કરી ધક્કા ખવડાવાય છે. ત્યારે આ બાબતે ગરીબ મધ્યમ વર્ગના કામદાર બહેનો કે જેઓએ નિષ્ઠા પૂર્વક  જીવના જોખમે કોવિડ સેન્ટરમાં ફરજ બજાવી છે તેઓને પગાર અપાવી ન્યાય અપાવવા માંગ છે.

(3:06 pm IST)