Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

રાષ્ટ્રસંત પૂ.નમ્ર મૂનિ મ.સા.ની નિશ્રામાં જુનાગઢ ખાતે

સંયમ પંથે પ્રયાણ કરનાર ૮ આત્માઓની દશેરાએ દીક્ષા આજ્ઞા અર્પણ વિધી

રાજકોટ, તા. ર૩ :  હજારો હજારો આત્માઓને સત્ય પાડવાનો અને ૩૬-૩૬ આત્માઓને દીક્ષાના દાન આપી સંસારથી ઉગારવામાં પરમ ઉપકાર કરનારા દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રી મુખેથી ફરીને આઠ આત્માના સંયમ પ્રયાણની ઉદ્ઘોષણા કરવામાં આવતાં હજારો ભાવિકો ધન્ય બની ગયાં હતાં.

લાઇવના માધ્યમે દેશ-વિદેશના હજારો ભાવિકોને સંયમધર્મનો બોધ આપીને રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવે દશેરાના દિવસે આઠ આત્માના સંયમ પ્રયાણના પંડાણ સ્વરૂપ સંયમ સંમતિ અવસરની ઉદ્ઘોષણા કરી હતી. દશેરાના પાવન દિવસે સવારના ૮.૩૦ થી ૧૧.૦૦ કલાક દરમ્યાન ગોંડલ ગચ્છ શિરોમણી પૂજય શ્રી જયંતમુનિજી મહારાજ સાહેબની જન્મજયંતિના અવસર સાથે મુંબઇના મુમુક્ષુઓને અને બપોરના ર.૧પ થી ૪.૦૦ કલાક દરમ્યાન રાજકોટના મુમુક્ષુઓ મળીને કુલ આઠ આત્માને તેમના માતા-પિતા ગુરૂ ચરણમાં શાસનના ચરણમાં દીક્ષાની અનુમતિ અર્પણ કરી ધન્યા બનશે. સંયમ સંમતિ અવસરનો આ કાર્યક્રમ ગિરનારની પાવન ધારાથી લાઇવના માધ્યમે દર્શાવવામાં આવશે.

જુનાગઢ એટલે પ્રભુ નેમનાથ દાદાની પાવન ભૂમિ પર આગામી તા. રપ ના રવિવારે વિજયદશમીના પાવન દિેન આઠ-આઠ હળુકર્મી આત્માઓની દીક્ષા આજ્ઞા અર્પણવિધિ કાર્યક્રમ રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મ.ની નિશ્રામાં યોજાશે. ખંધાર ફેમીલી, અજમેરા, ગોસલીયા, મહેતા, મડીયા, કામદાર પરિવારના હળુકર્મી આત્માઓ છે.

સ્થાનકવાસી જૈન સમાજમાં તપ સમ્રાટ પૂ. રતિલાલજી મહારાજ પછી રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સમુહમાં દીક્ષા આપી રહ્યાં છે. તે ગૌરવની વાત છે. પૂ. નમ્ર મૂનિ મહારાજની આધ્યાત્મિક વાણી તથા ઉપસગ્ગહરં આરાધનામાં જૈન-જૈનેતર સમાજ અનેરા ઉત્સાહથી જોડાય છે. પૂ.નમ્રમૂનિ મહારાજ દશેરાના કાર્યક્રમમાં મુમુક્ષુઓની દીક્ષાની તારીખ જાહેર કરશે. ડિસેમ્બર કે જાન્યઅુારીમાં દીક્ષા મહોત્સવ યોજાય તેવી સંભાવના છે. ઉપરોકત પ્રસંગે ચંદ્રકાંતભાઇ શેઠ, પ્રવિણભાઇ કોઠારી, ઇશ્વરભાઇ દોશી, હિતેનભાઇ મહેતા કમલેશભાઇ શાહ (એડવોકેટ), હેમલભાઇ મહેતા, મનોજ ડેલીવાળા વગેરે ઉપસ્થિત રહેશે. દીક્ષાર્થીના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહેનાર છે.

(11:47 am IST)