Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

રાજકોટ જિલ્લા પંચાયતનો વધુ એક વિવાદ વિકાસ કમિશનરના આંગણે

પ્રિ. ઓડીટ અંગેનો સામાન્ય સભાનો ઠરાવ સ્થગિત : સોમવારે સુનાવણી

રાજકોટ, તા.ર૩ : જિલ્લા પંચાયતની સામાન્ય સભાએ તા. ૮ સપ્ટેમ્બરે વર્ક ઓર્ડરનું પ્રિ.ઓડીટ રદ કરવાના જિલ્લા વિકાસ અધિકારીના પરિપત્ર સામે કરેલ અમલ મોકુફીનો ઠરાવ વિકાસ કમિશનર શ્રી એમ.જે. ઠક્કરે સ્ટે. કરી તા. ર૬મીએ તેની ઓનલાઇન સુનાવણી રાખી છે. સામાન્ય સભાએ પરિપત્ર રદનો નહિ પણ અમલ મોકુફીનો ઠરાવ કર્યાનું પદાધિકારી વર્તુળોનું કહેવું છે.

વર્ક ઓર્ડરનું પ્રિ. ઓડીટ રદ કરવા ડી.ડી.ઓ.એ પરિપત્ર કરેલ જેની સામે સામાન્ય સભાએ વિરોધ દર્શાવી પરિપત્રનો અમલ મોકુફ કરતો ઠરાવ કરતા ફરી મૂળ પદ્ધતિ અમલમાં આવી ગયેલ. આ ઠરાવ સામે ડી.ડી.ઓ.એ અસહમતી દર્શાવી વિકાસ કમિશનરને મોકલેલ. વિકાસ કમિશનરે તેનો અમલ સ્થગિત કરાવેલ છે. કમિશનરના સ્ટે.ના કારણે ફરી ડી.ડી.ઓ.ના પરિપત્ર મુજબની પદ્ધતિની પરિસ્થિતિ સર્જાયેલ છે. વિકાસ કમિશનરે સોમવારે તેની ઓનલાઇન સુનાવણી રાખી છે. જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ ભાગ લેશે. સુનાવણી બાદ કમિશનર પોતાનો ચૂકાદો આપશે.

(11:44 am IST)