Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રાજકોટમાં ઓનલાઇન અભ્યાસ કરતા કોલેજના ૧૦ હજાર વિદ્યાર્થીઓને શિક્ષણ સમયે કોરોના સામેની 'ફિલ્મ' બતાવાશે

પ મીનીટનો વિડીયો રહેશેઃ શહેરની કોલેજો-યુનિ. સાથે બેઠક યોજતા કલેકટર : જીલ્લા શિક્ષણાધિકારી વીડીયો તૈયાર કરશેઃ કોરોનાથી નહિ ડરવા-ઉઠમણા-લગ્ન સમારંભમાં નહિ જવા સહિતની જાગૃતિ

રાજકોટ તા. ર૩ :.. જીલ્લા કલેકટર તંત્ર હવે શહેરમાં ઓનલાઇન શિક્ષણ લેતા કોલેજ અને હાઇસ્કુલના ૧૦ હજાર વિદ્યાર્થીઓને કોરોના જાગૃતિ અંગે દરરોજ ર થી પ મીનીટની વિડીયો ફિલ્મ બતાવાશે, આ ફિલ્મ ર થી ૩ દિવસમાં તૈયાર થઇ જશે, આ માટે જીલ્લા શિક્ષણાધિકારીને કહેવાયું છે તેમ એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે આ માટે ગઇકાલે સાંજે કલેકટરશ્રીએ શહેરની આત્મીય કોલેજ, યુનિવર્સિટી, માલવીયા કોલેજ, પોલીટેકનીક, નેશનલ સોશ્યલ સર્વીસના સંચાલકો સાથે મીટીંગ યોજી હતી, અને ૧૦ હજાર વિદ્યાર્થીઓને જે ઓન લાઇન એજયુકેશન આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અભ્યાસ દરમિયાન કોરોના જાગૃતિ અંગે વિડીયો ફિલ્મ બતાવાશે, જેમાં કોરોનાથી નહી ડરવા, જાગૃતિ રાખવા, ઉઠમણા, લગ્ન સમારંભોમાં નહિ જવા વાલીઓ - વિદ્યાર્થીઓને જાગૃત કરાશે.  

(3:32 pm IST)