Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સિનિયર ડોકટર સાથે સહયોગી બની સ્વજનની સેવા કરતાં હોઇએ તેવી ભાવનાઃ પીડીયુ સ્ટુડન્ટ રચના

રાજકોટની પી.ડી.યુ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી રચના ચૌહાણ જીવનના યાદગાર અનુભવની વાત કરતા જણાવે છે કે, આશરે ૧૫ દિવસ પહેલ કોલેજમાથી ફોન આવ્યો કે તમે કોરોનાના દર્દીઓની સારવારમાં વોલન્ટરી જોડાવા માંગો છો ? હાલ સ્ટાફને મદદની જરૂર છે. હું મારા પરિવાર સાથે શાંતિથી ઘરે સમય પસાર કરતી હતી. અચાનક એક ચેલેન્જ સામે આવે છે. શરૂઆતમાં મન નહોતું માનતું, પરંતુ પછી લાગ્યું કે મારા કોઈ સ્વજનને કોરોના થાય તો હું સારવારમાં જોડાઉં જ ને ? અને મને સિનિયર ડોકટર્સ સાથે કામ કરવાનો અનુભવ મળશે તે વિચારે હું અને અન્ય સ્ટુડન્ટસ કોરોનાના દર્દીઓની સારવાર કરવા પાંચમી સપ્ટેમ્બરથી જોડાયા.

કોવીડ હોસ્પિટલ ખાતે આ દિવસોમાં જેટલું કોલજમાં નથી શીખવા મળ્યું તેનાથી વિશેષ અનુભવ થયો હોવાનું અને ખાસ કરીને પેશન્ટની ક્રિટિકલ કન્ડિશનમાં ઝડપથી નિર્ણય લઈ સારવાર કરવા માટેની સજ્જતા કેળવવાનો અનુભવ સિનિયર ડોકટર્સ પાસેથી મળ્યો હોવાનું રચના જણાવે છે.

(1:30 pm IST)