Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ચંદ્રશેખર આઝાદના ૧૧૫ની જન્મજયંતીએ તેઓની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા પદાધિકારીશ્રીઓ

રાજકોટઃ  આજરોજ ચંદ્રશેખર આઝાદની ૧૧૫મી જન્મજયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે મેયર ડી.પ્રદિપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, સેનીટેશન ચેરમેન અશ્વિનભાઈ પાંભર, આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, બાગ બગીચા અને  ઝૂ સમિતિ ચેરમેન અનીતાબેન ગોસ્વામી, તથા કોર્પોરેટરશ્રીઓ અલ્પેશભાઈ મોરજરીયા, વિનુભાઈ સોરઠીયા, હાર્દિકભાઈ ગોહિલ, રણજીતભાઈ સાગઠીયા, ચેતનભાઈ સુરેજા, નીરૃભા વાઘેેલા, મગનભાઈ સોરઠીયા, જીતુભાઈ કાટોડીયા, તથા કંકુબેન ઉઘરેજા, કુસુમબેન ટેકવાણી, લીલુબેન જાદવ, નયનાબેન પેઢડીયા, મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, અલ્પનાબેન દવે તથા શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા, વોર્ડ નં.૧૦ના મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન શેઠ તથા વોર્ડ નં.૧૦ના મહિલા મોરચાના કોષાધ્યક્ષ ભાવનાબેન મહેતા તથા અગ્રણીશ્રી કાનાભાઈ ઉધરેજા વિગેરે ઉપસ્થિત રહેલ.  તે વખતની તસ્વીર. 

(4:22 pm IST)