Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

LIC ના ખાનગીકરણની તજવીજ સામે કર્મચારીઓના દેશવ્યાપી દેખાવો

યુનાઇટેડ ઇન્ડીયાના વેંચાણ તથા સંરક્ષણ કર્મચારીઓની હડતાલ પર પ્રતિબંધના પગલાનો પણ વિરોધ

રાજકોટ તા. ર૩: જીવન વીમા સંસ્થા એલઆઇસી ઓફ ઇન્ડીયાનો I.P.O. બજારમાં મૂકવાની અને તે દ્વારા તેનું ખાનગીકરણ કરવાની કેન્દ્ર સરકારની ઝડપી તજવીજ તથા યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુ. કાું.ના વેંચાણની પ્રક્રિયા અને ડિફેન્સ કર્મચારીઓની હડતાલને પ્રતિબંધિત કરવાના સરકારના બિનલોક તાંત્રિક પગલાના વિરોધમાં એલઆઇસી કર્મચારીઓના અખિલ ભારતીય સંગઠન ઓલ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ એમ્પ્લોઇઝ એસોસીએશન (AIIEA)  દ્વારા આજે બપોરે ૧-૩૦ વાગ્યે રીસેસમાં દેશભરમાં એલઆઇસી કચેરીઓમાં સુત્રોચ્ચાર દેખાવો કરવાના કાર્યક્રમનું એલાન આપવામાં આવેલ છે. આ એલાન મુજબ આજે બપોરે રીસેસમાં દેખાવો સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાશે. 

(3:58 pm IST)