Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

જૂની કલેકટર કચેરીની અવદશાઃ બગીચો મચ્છરનો અડ્ડો

રાજકોટઃ રાજકોટની જૂની કલેકટર કચેરીની ભારે અવદશા છે, અહિં બે મામલતદાર, ૪ ડે. કલેકટરો, તથા સંબંધીત અન્ય કચેરીઓ-સબ રજીસ્ટ્રાર કચેરી બેસે છે...પરંતુ રાજકોટમાં કયાંય ન હોય તેવી ગંદકી, ટ્રાફિકની સમસ્યા, આડેધડ પાર્કિંગ ઉડીને આંખે વળગે તેવું છે, રાજકોટ કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ અહિં એક લટાર માટે તે જરૂર છે, વર્ષો પહેલા સુંદર ગ્રીનરી ધરાવતો જૂની કલેકટર કચેરીનો બગીચો ઉજજડ બની ગયો છે, ભારે અવદશા છે, ગાર્ડન મચ્છરનો અડ્ડો હોય તેમ ભારોભાર ગંદકી રોજે રોજ ઉદ્દભવે છે, કોઇ અધીકારીનો કાબૂ ન હોય તેવી સ્થિતિ છે, અધુરામાં પુરૂ જુના નળીયાવાળા ખખડધડ બિલ્ડીંગમાં બે સબ રજીસ્ટ્રાર કચેરી બેસે છે, ઉપરથી વરસાદનું પાણી ટપકવા માંડતા હાલ તાલપત્રી નખાય છે, વર્ષોથી આ બધી બિલ્ડીંગો જર્જરીત છે, અહિં તત્કાલીન કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ભૂકંપ અંગે મોકડ્રીલ યોજી હતી અને બિલ્ડીંગો પડી ગયા, ર થી ૩ ને ઇજા થઇ તે દર્શાવ્યું હતું. રોજે રોજ સેંકડો અરજદારો આવે છે, કોઇ દિવસ દુર્ઘટના બની તો જવાબદાર કોણ તે પ્રશ્ન થઇ પડયો છે...કલેકટર તંત્રે તાકિદે પગલા લેવા જરૂરી બન્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) 

(3:08 pm IST)