Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ફોન હેકીંગ મામલે ગાંધીનગર રાજભવન સામે વિરોધ પ્રદર્શનમાં રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વિપક્ષી નેતા સહિતના આગેવાનો જોડાયા

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રીય નેતાઓ, વર્તમાન અને પૂર્વ ભારતીય સુરક્ષા દળના અધિકારીઓ, વિપક્ષના વરિષ્ઠ નેતાઓ, પત્રકારો, વકીલોના સેલ ફોન ગેરકાયદેસર અને ગેરબંધારણીય હેકિંગ કરવાથી ભાજપ સરકારની શંકાસ્પદ અને દ્વેષપૂર્ણ પ્રવુતિઓ ખુલ્લી પડી ગઈ છે. વધુમાં અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા તેમના ઓફિસના કર્મચારીઓના પણ ફોન હેકિંગ કરવામાં આવ્યા હતા. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી દરમ્યાન પણ ફોન હેકિંગ કરવામાં આવ્યા હતા. આ બાબતે સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ તટસ્થ તપાસની માંગણી સાથે ગાંધીનગર, રાજભવન સામે વિરોધ પ્રદર્શનમાં રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણી, કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ જોડાયા હતા તે વખતની તસ્વીર.

(3:06 pm IST)