-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
ખંઢેરીમાં યુપીના શિવમે પ્રેમિકા રશ્મિ પર શંકા કરી છરી ઝીંકી, પછી પોતે જાતે ઘાયલ થયો
લખનોથી બંને ભાગીને એકાદ વર્ષથી ખંઢેરી વાડીમાં રહે છેઃ પ્રેમિકા સતત કોઇ સાથે ફોનમાં વાત કરતી હોવાની શંકા પરથી ડખ્ખો

રાજકોટ તા. ૨૩: પડધરીના ખંઢેરીમાં ટીજીએમ હોટેલ પાછળ આવેલી કિશોરભાઇ કુહાડીયાની વાડીમાં એકાદ વર્ષથી રહેતાં મુળ યુપી લખનોૈના શિવમ વિશ્વકર્મા (ઉ.વ.૨૯) નામના યુવાને સાથે જ રહેતી લખનોૈની પોતાની પ્રેમિકા રશ્મિ ગોૈતમ (ઉ.વ.૨૪) પર છરીથી હુમલો કરી સાથળ, હાથમાં ઇજાઓ કરતાં અને બાદમાં પોતાના હાથમાં પણ જાતે જ છરીથી ઇજા કરતાં બંનેને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિથી રશ્મિને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાઇ છે. પ્રેમિકા ફોનમાં કોઇ સાથે વાત કરતી હોવાની શંકાને લીધે આ ડખ્ખો થયો હતો.
શિવમ અને રશ્મિ વચ્ચે રાત્રીના દસેક વાગ્યે વાડીએ ઝઘડો અને મારામારી થયાની બાજુની વાડીવાળાએ વાડી માલિક કિશોરભાઇને જાણ કરતાં કિશોરભાઇ વાડીએ પહોંચ્યા હતાં. બંને લોહીલુહાણ હોઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે પડધરી પોલીસને જાણ કરી હતી. તપાસમાં શિવમે કહ્યું હતું કે પોતે અને રશ્મિ એક જ ગામના છે. બંને વચ્ચે પ્રેમ હોઇ એકાદ વર્ષ પહેલા લખનોૈથી ભાગી ગયા હતાં. લગ્ન કરવાના હતાં પણ લોકડાઉનને કારણે અટકી ગયા હતાં.
હાલમાં બંને કિશોરભાઇની ખંઢેરીની વાડીએ રહી મજૂરી કરતાં હતાં. દસ દિવસ પહેલા પોતે વતન ગયો હતો અને રશ્મિ ખંઢેરીમાં જ રોકાઇ હતી. તે ત્યાંથી ફોન જોડતો હોઇ રશ્મિનો ફોન સતત વ્યસ્ત આવતો હોઇ તે કોઇ બીજા સાથે વાતો કરતી હોવાની શિવમને શંકા ઉપજી હતી. વતનથી પરત આવ્યા બાદ અઠવાડીયાથી બંને વચ્ચે આ બાબતે બોલાચાલી થતી હતી. ગત રાતે ફરીથી ઝઘડો થતાં પોતે રશ્મિને છરીના ઘા ઝીંકી દીધા હતાં અને બાદમાં પોતાના હાથમાં પણ છરીથી ઇજા પહોંચાડી હતી.
રશ્મિને હાથ-સાથળમાં વધુ ઇજા હોઇ તેને રાજકોટથી અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવી છે. પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.